રાજકોટ
News of Saturday, 21st May 2022

મેટોડા જીઆઇડીસીમાં યોજાયેલ ડાયરામાં બહોળી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો

 વિર શહિદ ભગતસિંહ યુવા ગળપ કાંતિ સેના મોરબી તેમજ યુથ ફોર ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્‍વામી નારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાષાી ભક્‍તિ પ્રકાશદાસજી તેમજ ધારાસભ્‍ય  લાખાભાઇ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શિંગાળા ગૌતમભાઈ બારસિયા મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મામલતદાર  એન.સી.જોષી યુથ ફોર ફાઉન્‍ડેશન પ્રેસિડેન્‍ટ જયેશભાઈ સાગઠીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ધસિહ ડાભી તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા  યુવા ભાજપ અગ્રણી મોહિતભાઇ દાફડા માવજીભાઈ સાગઠીયા ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણા રાતૈયા સરપંચ મહાવિરસિહ જાડેજા વાજડી વડ સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી વિગેરેની ઉપસ્‍થિતમાં દિપપ્રાગટય કરી  લોકડાયરાની શુભ શરૂઆત ગણેશ વંદનાથી  કરવામાં આવેલ તેમજ લોકગાયક માનસિંહ ગોહિલ લોકગાયક જયદાન બોકસા હાસ્‍ય કલાકાર હિતેશ અંટાળા એ તેમની આગવી શૈલીમાં લોકોને ખુશ કરી  લોક ડાયરાની રમઝટ બોલાવી હતી તેમજ આયોજકો દ્વારા ઉપસ્‍થિત સંતોનું મહેમાનોનું ઉષ્‍માભેર સ્‍વાગત સન્‍માન કરેલ (તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ,ખીરસરા)

 

(12:40 pm IST)