રાજકોટ
News of Saturday, 21st May 2022

મુળીના સડલાની ઘટનામાં ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા રાજકોટ સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા

મૃતકના સ્‍વજનોને મળી હૈયાધારણા આપીઃ ન્‍યાયી કાર્યવાહી માટે રજૂઆત કરી

મુળીના સડલા ગામના દેવજીભાઇ જેસીંગભાઇ બાવળીયા (ઉ.૫૦)ના પુત્ર અમિતે પારકી પરણેતર સાથે મૈત્રી કરાર ક કરી લેતાં પરિણીતાના સગા સહિતના દેવજીભાઇને ઉઠાવી ગયા હતાં અને મૃત હાલતમાં મુળી હોસ્‍પિટલે મુકીને જતાં રહ્યા હતાં. આ બનાવ હત્‍યાનો હોવાનો આક્ષેપ થતાં મૃતદેહને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હોઇ અને જ્‍યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સ્‍વીકારવાનું નક્કી કરાયું હોઇ કોળી સમાજના લોકો હોસ્‍પિટલે ઉમટી પડયા હતાં. આગેવાનો સાથે ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા પણ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં અને મૃતકના સ્‍વજનોને હૈયાધારણા આપી હતી તેમજ પોતે આ બનાવમાં ઉચ્‍ચ કક્ષાએ રેન્‍જ આઇજીને તેમજ બીજા સંબંધીતોને રજૂઆત કરી ન્‍યાયી કાર્યવાહી કરાવવા જણાવી રહ્યાનું કહ્યું હતું

 

(11:58 am IST)