રાજકોટ
News of Tuesday, 21st March 2023

બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાનું પ્રેકટીશ વેરીફીકેશન ફોર્મ ભરવા વકીલોને તાકીદ

રાજકોટ,તા. ૨૧ : બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાનું ્‌પ્રેકટીસ વેરીફીકેશન ફોર્મ ભરવા ધારાશાષાીઓની તાકીદ કરવામાં આવી છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની એકઝીકયુટીવ કમિટીના ચેરમેન શ્રી સી.કે.પટેલ સભ્‍યોશ્રી અનિલ કેલ્લા તથા શ્રી કિશોરકુમાર આર. ત્રિવેદીની એક મીટીંગ બોલાવવામાં આવેલ. જેમાં, બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા તરફથી સને ૨૦૧૫માં બનાવવામાં આવેલ. રૂલ્‍સ અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા કોઇ પણ ધારાશાષાી ખરેખર પ્રેકટીસમાં છે કે નહિ અને તેઓએ પ્રાપ્‍ત કરેલ અભ્‍યાસની ડીગ્રીની ચકાસણી કરવા માટે આ નિયમ બનાવવામાં આવેલ. અને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા નિયમોનું પાલન કરનાર ધારાશાષાી જ સ્‍ટેટ બાર કાઉન્‍સિલ તરફથી મળતા હકો અને અધિકારો મેળવવા પાત્ર રહે છે. તેમ ઠરાવવામાં આવેલ અને તેવા જ ધારાશાષાીઓને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સને ૨૦૧૮માં મતદાનનો અધિકાર આપવામાં આવેલ હતો.

બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા સને ૧૯૭૫ કે પહેલા નોંધાયેલા ધારાશાષાીઓને વેરીફેકશન રૂલ્‍સ બનાવવામાં આવેલ. જ્‍યારે સને ૧૯૭૬ થી સને ૨૦૧૦ સુધીના આશરે ૫૭.૨૭૮ ધારાશાષાીઓને આવા ફોર્મ સાથે ધોરણ-૧૦ થી માંડીને લો યુનિવર્સિટીની તમામ માર્કશીટસ તેમજ ૫ વકીલાતનામા સાથે જોડવા માટે ફરજીયાત પણે બનાવવામાં આવેલ. તેમજ ૨૦૧૦ પછી જે ધારાશાષાીઓએ ઓલ ઇન્‍ડિયા બાર એકઝામ પાસ કરેલી હોય તેવા ધારાશાષાીઓએ માત્ર ફોર્મ સાથે માર્કશીટસ જ રજુ કરવાનું ફરજીયાત કરવામાં આવેલ હતું.

પરંતુ વર્તમાન સમયમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ધ્‍યાન પર આવેલ છે કે હાલમાં સ્‍ટેટ બાર કાઉન્‍સિલના રોલ પર ૧,૧૩,૭૧૯ ધારાશાષાીઓ નોંધાયેલા છે. તેમાંથી સને ૨૦૧૦ સુધીમાં ૬૪,૦૪૩ ધારાશાષાીઓ નોંધાયેલા છે. તેમજ ૨૦૧૦ પછીના ૪૯,૬૭૬ ધારાશાષાીઓ નોંધાયેલા છે. તે પૈકી માત્ર ૩૧, ૫૪૯ ધારાશાષાીઓએ ૨૦૧૫ના ફોર્મ ભરેલા છે અને આશરે ૪૦% જેટલા ધારાશાષાીઓએ ઓલ ઇન્‍ડિયા બાર એકઝામ પાસ કર્યા પછી ભરવા પાત્ર ફોર્મ માર્કશીટસ સાથે ભરેલ નથી. અને તેવા ધારાશાષાીઓએ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના રેકર્ડ પર હોવા છતા પણ પોતાના તમામ હક થી વંચિત છે. જેથી એકઝીકયુટીવ કમિટિમાં સર્વાનુમતે તાકીદે ઠરાવ કરવામાં આવેલ છે કે જે ધારાશાષાીઓએ ફોર્મ ભરેલ ન હોય તેઓએ દિન-૯૦માં સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ઓફિસે નિયમ અનુસાર ફી સહિત મોકલી આપવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ધારાશાષાીઓએ અગાઉ પ્રેકટીસ વેરીફીકેશન ફોર્મ કે ડેકલેરેશન ફોર્મ ભરેલ હોય તેઓએ  આ વેરીફીકેશન ફોર્મ કે ડેકલેરેશન ફોર્મ ભરવાનું રહેતુ નથી.

(10:58 am IST)