રાજકોટ
News of Saturday, 20th January 2018

રાત્રે સૂરની સરીતા વહેશેઃ ૩ર ગાયકોના ગીતો ગુંજશે

નાગપુરના આના માર્ટીન અને વડોદરાના સન્ની જાધવ જમાવટ કરશેઃ મયૂર સોની મ્યુઝિક મિરેકલ સર્જશેઃ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આના માર્ટીન કહે છે, હોસ્ટેલમાં જિંદગી વિતાવી, ચર્ચામાં સંગીત શીખી... લગ્ન બાદ સંગીત સાધના સોળે કળાએ ખીલી * સન્ની જાધવે દુનિયાભરમાં કાર્યક્રમો આપ્યા છેઃ તેઓ કહે છે, સંગીત જ મારી જિંદગી

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંગીતકાર મયૂરભાઇ સોની, ગાયિકા આના માર્ટીન, ગાયક સન્ની જાધવ, જયેશભાઇ ઓઝા તથા આશિતભાઇ સોનપાલ, મીનલબેન સોનપાલ, પીનાબેન કોટક, વંદનાબેન કોટક, જુનાગઢ ભાજપના નેતા પ્રદીપભાઇ ખીમાણી, નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૦: આજે રાત્રે હેમુગઢવી નાટ્યગૃહ ખાતે સુરસરીતા ઇવેન્ટસ પ્રસ્તુત વર્ષનો પ્રથમ કાર્યક્રમ હીન્દી ફીલ્મના ખ્યાતનામ પ્લેબેક સીંગરો દ્વારા ગવાયેલ ગીતોનો ગીત સંગીતના ધમાકેદાર પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં મન્નાડે, મહમદ રફી, કીશોરકુમાર, લતા મંગેશકર, આશા ભોષલે, નરેન્દ્ર ચંચલ, શ્રેયા ઘોષાલ, નાઝીયા હસન, આલીશા ચિનોય, ભપ્પી લહેરી, સલમા આગા, સુખવિન્દર સીંગ, રીચા શર્મા, ઇલા અરૂણ, અભીજીત ભટ્ટાચાર્ય, ઊષા ઉથ્થુપ, સુધા મલ્હોત્રા, શીવ દયાલ, પાર્વતી ખાન, રેશમા, કે.કે. શૈલેન્દ્રસીંગ, સુરેશ વાડેકર, ફરીદ સાબરી, મહેન્દ્ર કપુર, અને રૂના લૈલાના કંઠે ગવાયેલ ખ્યાતનામ ગીતો નો ગુલદસ્તો રજુ થશે.

રાજકોટ ખાતે ૧૨ વર્ષથી સંગીત ક્ષેત્રે બહોળુ નામ ધરાવતી સુરસરીતા ઇવેન્ટસ દ્વારા યોજીત આજના કાર્યક્રમમાં નાગપૂરથી ખ્યાતનામ ગાયીકા એના માર્ટિન ખાસ આવેલ છે. જેઓ એ ફકત ૧૩ વર્ષની નાની ઉમરમાં જ લીડ સીંગર તરીકે પોતાની કારકીર્દીની સંગીત સફર શરૂ કરેલ છે. નાગપૂરમાં અભ્યાસ પૂર્ણ કરી વર્ધા ખાતે પંડીત ચરડે ગુરૂજી પાસેથી સંગીતની શીક્ષા મેળવેલ, ત્યાર બાદ નયમલાલ સોની પાસેથી સ્વરસુર સાધના કરેલ અને બાલગાંધર્વ મહાવિદ્યાલય મિરત થી સંગીતની પરીક્ષા પાસ કરી અને તેના સંગીત જીવનમાં બદલાવ આવ્યો મુંબઇના ખ્યાતનામ ડાયરેકટર આર.જી.નીવાની અને ગીરીશ પટેલ સાથએ કામ કર્યુ અને પ્લેબેક સીંગર તરીકે નામના મેળવી ૨૦૦૦ની સાલથી કમલ સહાના મ્યુઝીકલ ગૃપ સાથે પ્રથમ વિદેશ યાત્રા ઇંગ્લેડથી શરૂ કરી અને અનેક દેશોમાં કાર્યક્રમો આપ્યા છે

તેઓને મહાત્મા ફુલે ટેલેન્ટ રીસર્ચ એકેડેમી દ્વારા ૨૦૧૪માં રાષ્ટ્રીય પૂરસ્કારથી સન્માનીત કરાયા.

એના માર્ટીન હિંદી, મરાઠી,ગુજરાતી, પંજાબી, ઇંગ્લીશ વગેરે ભાસામાં પણ ગીતો રજુ કરે છે. ખાસ કરીને પહાડી અવાજ વાળા ગીતોને બાખુબી સુંદર રીતે રજુઆત કરે છે.

આજે રાજકોટના શ્રોતાઓને તેઓ સંગીત ગીતના સથવારે ડોલાવી દેશે.

આવા જ વર્સટાઇલ અવાજ ધરાવતા બરોડાના સુવિખ્યાત ગાયક સન્ની જાદવ આજે પોતાના વિવિધ અવાજોની ગાયકીને રજુ કરશે. નાનપણથી ગાવાનો શોખ ધરાવતા સન્ની જાઇવે સંગીત ક્ષેત્રને પોતાનુ કાર્યક્ષેત્ર બનાવ્યુ છેલ્લા ૧૩ વર્ષથી તેઓ સતત વિદેશમાં પોતાના કાર્યક્રમો રજુ કરે છે એમ સમજોને કે વર્ષમાં ૮ મહીના તેઓ બહારના અનેક દેશોમાં સતત કાર્યક્રમો આપે છે

વડોદરાના સુવિખ્યાત અને શ્રીશ્રી રવિશંકર મહારાજના વિચારોને વરેલા સચીન લીમયેને તેઓ પોતાના સંગીત ગુરૂ માને છે અને તેમની પાસેથી તાલીમ મેળવેલ છે સ્ટેજ પર પ્રથમ ચાન્સ આપનાર બીપીન હિંગુના તેઓ હુંમેશા આભારી છે

કે જેમના થકી આજે અમેરીકા,કેનેડા, લંડન, સીંગાપુર, દુબઇ, આફ્રીકા અને યુરોપના અનેક દેશોમાં અનેકવાર શો કરી ચૂકયા છે.

સુવિખ્યાત સીંગર ડાયરેકટર ભપ્પી લહેરી, જોલી મુમરજી, સુરેશ વાડેકર, ભુમી ત્રીવેદી, ઐશ્વર્યા મજમુદાર, સાધના સરગમ જેવા અનેક મહારથી પ્લેબેક સીંગરો સાથે સન્ની જાધવે સ્ટેજ પર પરર્ફોર્મ કરેલ છે

પામેલા જૈન અને સાધના સરગમ સાથે ફીલ્મ પ્લેબેક સીંગર તરીકે પણ કામ કરેલ છે.

આજે તેઓ રાજકોટમાં ધુમ મચાવી પ્રેક્ષકોને પોતાની વર્સટાઇલીટીથી ખુશ કરવા આવ્યા છે.

મયુર સોની-હની ટ્યુનબેંક-ભુજ આજે પોતાના ધમાકેદાર મ્યુઝીકલ ઓરકેસ્ટ્રાના સથવારે રાજકોટના સંગીત પ્રેમીઓને ફરીવાર પોતાના સંગીતની આગવી ઓળખ કરાવશે.

એક સાથે પ કિબોર્ડ પર પોતાની આંગળીઓનાં કરતુત દ્વારા અને પોતાની આગવી જ રોક સ્ટાઇલથી આજે સ્ટેજ   રોક કરશે.

ભુજ (કચ્છ) નાં મયુર સોની અત્યાર સુધીમાં દેશ-વિદેશ અને મુંબઇમાં પોતાના બેડ સથવારે ખુબ જ સારૂ પરફોર્મન્સ આપી ચુકયા છે. બેંગલોર, હૈદરાબાદ, કલકતા, અમદાવાદ, મદ્રાસ, જેવા મેગા સીટીઝમાં તેઓનાં શો અવાર-નવાર યોજાય છે. સંગીતમાં ગીતો અને મ્યુઝીકની નાની નાની બારીકીઓને પોતે પણ વગાડી જાણે છે અને સાથી કલાકારો પાસેથી પણ કામ લઇ શકે છે એમ  કહી શકાય કે એક મ્યુઝીક પ્લેયર સાથે તેઓ એક સારા મ્યુઝીક એરેન્જર પણ છે. સતત સંગીતની સાધના અને રીયાઝ કરી તેઓ આગળ આવ્યા છે અને આજે ફરી રાજકોટના સંગીત પ્રેમીઓના દીલ જીતવા તેઓ આવ્યા છે.

આજનાં આ કાર્યક્રમનું સંચાલન ગુજરાતનાં સુવિખ્યાત એકર મોહસીન શેખ અમદાવાદથી આવી રહ્યા છે અને રાજકોટ નાં પ્રેક્ષકો તેઓથી જરા પણ અજાણ્યા નથી પોતાની આગવી સ્ટાઇલથી એકરીંગ દ્વારા લોકોને સચોટ અને જાદુઇ અવાજથી ખુબ જ પ્રેમ અને ચાહના મેળવેલ છે.

સુરસરીતા ઇવેન્ટસ, રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનાં સંગીત પ્રેમીઓ આ સંસ્થાની આગવી ઓળખ ધરાવે છે પ્રેક્ષકોને શાનદાર, દમામદાર અને ધમાકેદાર પ્રોગ્રામો આપી અને ખ્યાતનામ કલાકારોની રજૂઆત તેઓ રાજકોટમાં  કરી ચુકયા છે. ફકત ર૦૧૭ માં જ ર૭ ગાયકોને તેઓ સ્ટેજ પરથી રજૂ કરી ચુકયા છે. ર૦૦૬ થી અત્યાર સુધીમાં અનેક ગાયકો, મ્યુઝીશ્યનો, અંેકરોને તેઓના સ્ટેજથી આગળ વધવાનો મોકો મળ્યો છે.

સુરસરીતા ઇવેન્ટસ છેલ્લા ૧ર વર્ષથી સંગીતની કલબ ચલાવી રહ્યા છે.

આજ રોજ આ કાર્યક્રમ તેઓનાં વર્ષ ર૦૧૮ નો સભ્યો માટેનો પ્રથમ કાર્યક્રમ છે. વર્ષ દરમ્યાન સંગીતનાં ૯ કાર્યક્રમ તેઓની સંસ્થા દ્વારા મેમ્બરો માટે રજૂ કરવામાં આવે છે. સુરસરીતા ઇવેન્ટસની વાર્ષિક મેમબરશીપ મેળવી આપ આજના આ કાર્યક્રમને માણી શકો છે.

જેના માટે સંપર્ક જયેશભાઇ ઓઝા, મો. નં. ૯૪ર૯૦ ૪પર૧૪ પર સંપર્ક કરવા સુરસરીતા ઇવેન્ટસની સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)