રાજકોટ
News of Tuesday, 20th October 2020

રાજકોટમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ કરનારની ધરપકડ

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક ત્રાસના કેસ વધ્યા : આરોપીની પોક્સો હેઠળ ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ

રાજકોટ, તા. ૨૦ : રાજ્યમાં હમણાંથી મહિલાઓ પર શારીરિક ત્રાસના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે રાજકોટમાં વધુ એક સગીરા હવસખોરનો શિકાર બની છે. સગીરાના બિભત્સ ફોટોગ્રાફ મોબાઈલ અને પેન ડ્રાઇવમાં રાખી અવારનવાર તેના દ્વારા બ્લેક મેઈલ કરી દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ શરૂ કરી છેપ

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં વધુ એક સગીરાને હવસનો શિકાર બનાવનાર શખ્સનું નામ મેહુલ ડુંગર સોલંકી છે. જેના પર રાજકોટની એક સગીરા પર દુષ્કર્મ અચરવાનો આરોપ લાગ્યો છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સગીરા પર દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ માયાણીનગર પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મેહુલ ડુંગર સોલંકીને ઝડપી લીધો હતો. આરોપી મેહુલની આઈયુસીએડબલ્યુ યુનિટે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના કહેવા મુજબ, આરોપી મેહુલ ડુંગર સોલંકી સગીરાના મોબાઈલમાં બિભત્સ ફોટોગ્રાફ રાખ્યા હતા. પેન ડ્રાઇવ અને લેપટોપમાં ફોટા અને વીડિયો હોવાનું કહી અવાર નવાર ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. અગાઉ પણ આરોપી મેહુલ સોલંકી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. હાલ આરોપીને સકંજામાં લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હવસખોર મેહુલ સોલંકીને પોલીસે સકંજામાં લઈને જેલના સળીયા ગણતો કરી દીધો છે. જોકે આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય.

(8:01 pm IST)