રાજકોટ
News of Sunday, 20th September 2020

રાજકોટમાં આનંદના સમાચાર :કોરોના સંક્રમણ ઘટવા લાગ્યું રિકવરી રેઈટ ૭૬.15% સુધી પહોંચી ગયો: આજે ૪૦ નવા કેસ: કુલ ૫૦૬૫પ નવાકેસ થયા

રાજકોટ માટે રાહતના સમાચાર આવ્યા છે શહેરમાં કોરોના નો પોઝિટિવિટી રેટ માત્ર 3 ટાકા જેટલો જ થઈ ગયો છે તેની સામે રિકવરી રેટ 76.15 ટકા સુધી પહોંચી જતા લોકોની સ્વયં જાગૃતિથી કોરોના હવે કાબૂમાં આવી રહ્યાનું ફલિત થઇ રહ્યું છે મનપાની યાદી મુજબ આજે ૪૦ નવા કેસ બપોરે 12 સુધીમાં નોંધાયા છે કુલ 5065 પોઝિટિવ કેસ રાજકોટ શહેરના થયા છે આજ સુધીમાં 170716 ટેસ્ટીંગ થયા છે

(1:36 pm IST)