રાજકોટ
News of Friday, 20th May 2022

રીક્ષામાં મુસાફરોની નજર ચુકવી ખીસ્‍સામાંથી પૈસા સેરવી લેતા ગોવિંદ ઉર્ફે અરવિંદ પકડાયો

ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે નાકરાવાડી પાસેથી દબોચ્‍યો

રાજકોટ,તા. ૨૦ :  શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં રીક્ષામાં પેસેન્‍જરોને બેસાડી તેની નજર ચૂકવી ખીસ્‍સામાંથી પૈસા કાઢી લેતા શખ્‍સને ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે નાકરાવાડી ગામ પાસેથી એક શખ્‍સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેતા માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્‍નર શ્રી ખુરશીદ અહેમદ તથા ઝોન-૧ના ડીસીપી પ્રવિણકુમાર મીણાએ સુચના આપતા એલસીબીની ટીમના પીેએસઆઇ વી.કે.ઝાલા હેડ કોન્‍સ. સામતભાઇ, ધર્મરાજસિંહ, દીવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ જીતુભા તથા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કેતનભાઇ નીકોલા અને વિશ્વજીતસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા તથા સત્‍યજીતસિંહ જાડેજાએ બાતમી મળતા નાકરાવાડી ગામ પાસેથી ગોવિંદ ઉર્ફે અરવિંદ ઉર્ફે કુલી રમેશભાઇ નકુમ (ઉવ.૨૩) (રહે. રેલનગર સંતોષીનગર)ને પકડી લીધો હતો. ગોવિંદ ભંગારનો ધંધો કરે છે. સામાકાંઠા વિસ્‍તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી ખીસ્‍સામાંથી પૈસા કાઢી લેવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

(4:18 pm IST)