રાજકોટ
News of Friday, 20th May 2022

પેડક રોડ ઉપર આવેલ ખેડવાણ જામીનનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો નામંજુર

રાજકોટ, તા. ર૦ :  અત્રે પેડક રોડ ઉપરની ખેડવાણ જમીનનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો રદ કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે, રાજકોટના હબીબ અલ્લારખાભાઇ મેમળ તથા મુસાભાઇ અલારખા મેમળએ રાજકોટના રહીશ ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા જોગનો રજી. વેચાણ દસ્‍તાવેજ રદ કરવા તથા વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મળવા હાલનો દાવો કરેલો.

વાદીઓ હબીબભાઇ તથા મુસાભાઇએ દાવામાં એવી હકિકત જણાવેલ કે, રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ સર્વેની ૧ર૮ પૈકીની ટી.પી. સ્‍કીમ નં. ૮ મુળ ખંડ નં. ૩૮ અને આખરી ખડ નં. ૧૩રની જમીનનો પ્રતિવાદી ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા જોગનો કાયદેસરનો દસ્‍તાવેજ કરી આપેલ નથી પ્રતિવાદીએ વાદીના પિતાશ્રી કે જે સામાન્‍ય ખેત મજુર હોય તેના ઉપર વર્ચસ્‍વ સ્‍થાપી અમારા પિતાશ્રીના અસામાન્‍ય બુધ્‍ધી ઉપર છળ કપટ, ચતુરાઇ કરી છેતરપીંડી કરી ભાગીદારીનું સમજાવી, ખોટો દસ્‍તાવેજ ઉભો કરેલ છે અને દસ્‍તાવેજ મુજબની અમુક જમીનનો કબજો પણ સોંપવામાં આવેલ નથી જેથી દસ્‍તાવેજ રદ કરવા માંગણી કરી દાવો કરેલો.

પ્રતિવાદી હાજર થઇ દાવાનો જવાબ રજુ કરેલો અને કોર્ટએ બન્ને પક્ષકારોનો પુરાવો નોંધેલો ત્‍યારબાદ પ્રતિવાદીના વકીલશ્રીએ એવી દલીલ કરેલ કે પ્રતિવાદીઓના પિતાશ્રીએ તેમની હયાતીમાં વેચાણ દસ્‍તાવેજ રદ કરવા કોઇ દાવો કરેલ નથી. તેમજ વાદીઓએ પણ વેચાણ દસ્‍તાવેજ થઇ ગયા બાદ ત્‍યારથી ૩ વર્ષ પછી હાલનો દાવો કરેલ હોય વાદીનો દાવો સમય મર્યાદા બહારનો છે. તેમજ વાદીએ દાવામાં જરૂરી પક્ષકારોને જોડેલા નથી અને દાવાવાળી જમીનનો કબજો પણ વાદીઓનો આવેલ હોવાનું વાદીઓ પુરવાર કરી શકેલ નથી.

નામદાર કોર્ટ પ્રતિવાદીઓની દલીલ ધ્‍યાને લઇ તેમજ પ્રતિવાદીઓ તરફે રજુ કરેલ વડી અદાલતનાં ચુકાદા ધ્‍યાને લઇ વાદીઓને દાવો રદ કરવાનો ચુકાદો ફરમાવેલ છે. આ કામમાં પ્રતિવાદીના વકીલ તરફે રાજકોટના વકીલશ્રી ધર્મેશ યુ. વકીલ, મનોજ એન. ભટ્ટ રચિત એમ. અત્રી, આનંદ કે પઢીયાર, મૌલિક ડી. વકીલ તથા યોગીરાજ ડી. વકીલ એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

પ્રતિવાદીના વકીલો 

(4:15 pm IST)