રાજકોટ
News of Friday, 20th May 2022

મનપામાં નવા વિસ્તારના ૨૧૨ અનામત પ્લોટનો સમાવેશઃ સૌથી વધુ પબ્લીક પર્પઝનાં ૭૭ પ્લોટ

છેલ્લા પાંચ વર્ષમાં તંત્ર દ્વારા ૬ જમીનનું વેચાણ થતા રૃા. ૧૮૬.૪પ કરોડ ઉપજયા : શહેરમાં પ૬ ટી.પી.સ્કીમ મંજુર

રાજકોટ, તા., ર૦:  મ્યુનિસીપલ કોર્પોરેશનમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર-૧ ગામનો સમાવેશ થતા  મનપામાં જુદા જુદા હેતુ માટેના ૧ર૧ર અનામત પ્લોટ પ્રાપ્ત થયા છે. જેમાં સૌથી વધુ પબ્લીક પર્પઝની ૭૭ જમીનનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૮ જમીનનું વેચાણ થતા રૃા. ૧૮૬.૪પ કરોડની આવક થવા પામી હતી. જયારે શહેરમાં ં કુલ ૫૬ ટી.પી.સ્કીમ મંજુર થયેલ છે.

ગઇકાલે યોજાયેલ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો દ્વારા મનપાના છેલ્લા પાંચ વર્ષમાં કેટલી જમીનો વેચવામાં આવેલ છે? કેટલી જમીનો નવા વિસ્તાર બાદ મળેલ છે. કેટલીય જમીનોના હેતુફેર કરેલ છે. જેની માહીતી માંગવામાં આવી હતી.

તંત્ર દ્વારા તથા અપાયેલ  પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૦માં રાજકોટ શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થયેલ ગામ મોટાવામાં મુંજકા, માધાપર(મનહરપુર સહીત) તથા ઘંટેશ્વર વિસ્તારની કુલ પાંચ ટી.પી. સ્કીમ આખરી મંજુર થયેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગર પાલીકાને વાણીજય વેચાણના ૩૮ , રહેણાંક વેચાણના ર૧, એસઇડબલ્યુ એસએચના ૪પ, પબ્લીક પર્પઝ(સાર્વજનીક હેતુ)ના ૭૭ તથા ગાર્ડનના ૩૧, સ્કુલ એન્ડ પ્લેગ્રાઉન્ડના ત્રપ સહીત કુલ ૭,૯૧,પપ૮ ક્ષેત્રફળના ર૧ર અનામત પ્લોટ પ્રાપ્ત થયેલ છે.

જમીનનું વેચાણ

ર૦૧૭ થી ર૦રર સુધીના છેેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ જમીનનું  વેચાણ થતા  ૧૮૬.૪પ કરોડની આવક થવા પામી હતી. જેમાં સૌથી  ગત વર્ષર૦૦ર૧-રરમાં ટીપી સ્કીમ નં. ૩ નાનામવાની જમીનનું વેચાણ થતા રૃા. ૧૧૮.૧૬ કરોડ ઉપજયા હતા.

પ૬ ટીપી સ્કીમ મંજુર

રાજકોટ શહેરમાં કુલ પ૬ ટીપી સ્કીમ મંજુર થયેલ છે. જે પૈકી ૩ર  આખરી , ૭ પ્રારંંભીક, તથા ૧૬ મુસદ્દા મંજુર થયેલ છે.  મંજુર થયેલ આખરી તથા પ્રારંભીક યોજનાઓ અંતર્ગત રાજકોટ મહાનગર પાલીકાને કુલ ૧૭૦૭ અનામત પ્લોટ પ્રાપ્ત થયેલ છે.

(4:11 pm IST)