રાજકોટ
News of Friday, 20th May 2022

કાલે સતવારા સમાજના સમુહલગ્નઃ ૧૨ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દીકરીઓને ૧૫૯ વસ્‍તુઓ અપાશે, વ્‍યસન મુકિત, કુરીવાજો, બેટી બચાવો ઝુંબેશઃ દાતાઓનું સન્‍માનઃ શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા સાતમાં સમુહલગ્નોત્‍સવ

રાજકોટઃ શ્રી સતવારા યુવા સોશ્‍યલ યુવા સોશ્‍યલ ગ્રુપ દ્વારા શ્રી સતવારા જ્ઞાતિ મંડળના સહયોગથી ૧૨ દીકરીઓના સમૂહલગ્નનું આવતીકાલે તા.૨૧ શનિવારે રાત્રીના ૧૫૦ ફૂટ રીંગ, અયોધ્‍યા ચોક, રવિ રેસ્‍ટોરન્‍ટની બાજુમાં, રાજકોટ ખાતે શાષાોકત વિધિ દ્વારા આયોજન કરેલ છે. કરીયાવરમાં દીકરીઓને પલંગ, ટીપાઈ, સાંકળા, કીચનવેર સહિત ૧૫૯થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.
આ સાથે સમાજના શ્રેષ્‍ઠિઓ તથા દાતાઓ (૫૦થી વધુ) સન્‍માન કરવામાં આવશે.
આયોજનમાં શ્રી સતવારા યુવા સોશ્‍યલ ગ્રુપ રાજકોટના પ્રમુખ રવિભાઈ સોનગરા, સમુહલગ્ન સમિતિ પ્રમુખ પરેશભાઈ ખાણધર, પ્રભુલાલ નકુમ (પ્રમુખ સતવારા સમાજ રાજકોટ), વિજયભાઈ ખાંદલા (મંત્રી), હેમરાજ નકુમ (ખજાનચી), જેન્‍તીભાઈ પરમાર (ઉપપ્રમુખ), વિજયભાઈ નકુમ (સહ ખજાનચી), પિયુષભાઈ પરમાર (સહમંત્રી), જીતેન્‍દ્રભાઈ ધારવીયા, ચંદ્રકાન્‍તભાઈ પરમાર, ધવલભાઈ નકુમ, દિપકભાઈ પરમાર વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સાથે સતવારા સમાજ તથા બહારગામથી આવેલા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. આ ટીમ દ્વારા સમાજમાં તથા કુરિવાજ, કુપ્રથા, ખોટાખર્ચા બચાવવા, વ્‍યસન મુકિત, બેટી બચાવો, બેટી ભણાવો જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે.

 

(3:24 pm IST)