રાજકોટ
News of Friday, 20th May 2022

સાયકલ સબસીડી માટે ધસારોઃ ગત વર્ષ કરતા ૧૧૦૦ લાભાર્થી વધ્‍યા

મનપાની સાયકલ સરરર ચાલી... : વર્ષ ર૦ર૦-ર૧ માં ર૮પ૦ તથા વર્ષ ર૦ર૧-રરમાં ૪૦૦૧ શહેરીજનોને રૂા. ૧ હજાર લેખે રકમ ચૂકવાય

રાજકોટ, તા,૨૦: મનપાની ટ્રાફીક, ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ પાર્કીગ મેનેજમેન્‍ટ શાખા દ્વારા સંચાલીત  સાયકલ શેરીંગ પ્રોજેકટનો  વ્‍યાપ વધે તેમજ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુને ધ્‍યાને રાખી શહેરીજનો દ્વારા  ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર  રૂા.૧૦૦૦ કુટુંબદીઠ એક વ્‍યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ. જે અન્‍વયે સાયકલ સબસીડી માટે લોકોનો ઘસારો જોવા મળી રહયો છે. કેમ કે વર્ષ ર૦ર૦-ર૧માં ર૮પ૦ તથા વર્ષ ર૦ર૧-રરમાં ૪૦૦૧  શહેરીજનોએ સાયકલ સબસીડીનો લાભ લીધો હતો. આમ ગત વર્ષે  ૧૧૦૦ લાભાર્થીઓ વધ્‍યા છે.

નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ  જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફકત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂા. ૧૦૦૦ કુટુંબદીઠ એક વ્‍યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ.  જે અન્‍વયે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અંદાજીત ૨૮૫૦ શહેરીજનોને સાયકલ સબસીડીનો લાભ મળેલ છે. તેમજ આ એક વર્ષ દરમિયાન ૨૮. પ૦ લાખ ચુકવવામાં આવેલ છે.

જયારે વર્ષ ર૦ર૧-રરમાં મહાનગર પાલીકા દ્વારા ૪૦૦૧ શહેરીજાજનોને સાયકલ સીબસીડીનો લાભ મળેલ છે. તેમજ આ એક વર્ષ દરિમિયાન કુલ રૂા. ૪૦ લાખ લાભાર્થીઓને ચુકવવામાં આવેલ છે. 

(3:24 pm IST)