રાજકોટ
News of Friday, 20th May 2022

હિમાંશુભાઇ ખેર અને યોગેશભાઇ રાણપરીયાનું બેભાન હાલતમાં મોત

હનુમાન મઢીના તિરૂપતીનગર અને મવડીના ઉદયનગરમાં બનાવ

રાજકોટ તા. ૨૦: બે બનાવમાં બેભાન હાલતમાં બે વ્‍યક્‍તિના સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યા હતાં. રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતિ સોસાયટી-૩માં રહેતાં  વાળંદ હિમાંશુભાઇ બાબુભાઇ ખેર (ઉ.૩૯) બિમાર હોઇ બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. હિમાંશુભાઇ પ્રાઇવેટ નોકરી કરતા હતાં. તે બે ભાઇમાં મોટા હતાં.
બીજા બનાવમાં મવડી ઉદયનગર-૧માં રહેતાં યોગેશભાઇ દુર્લભજીભાઇ રાણપરીયા (સુથાર) (ઉ.૫૫) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યોગેશભાઇ મિષાી કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

 

(3:22 pm IST)