રાજકોટની કોટક મહિન્દ્રા બેન્ક સાથે 17,75 કરોડની ઠગાઈમાં ભાલારા પેઢીના બે ડિરેક્ટરની ધરપકડ
રાજકોટ :યાજ્ઞિક રોડ જિલ્લા પંચાયત પાસે આવેલ કોટક મહિન્દ્રા બેન્કમાંથી 2103ની સાલમાં ગોંડલના બંધીયા ગામના બિપીનચંદ્ર ચંદુલાલ રાણપરીયા અને ગોંડલના જીતેન્દ્ર પોપટલાલ ભાલારાએ ધંધા માટે 19.25 કરોડ ની લોન લીધી હતી આ બંને મેસર્સ ભાલારા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે લોન લીધા બાદ આ બંનેએ દોઢ કરોડની રકમ ભરપાઈ કરી હતી બાકીની 17.75 કરોડની રકમ નહીં ભરી ધંધો બંધ કરીને બેન્ક સાથે ઠગાઈ કર્યાનો ગુન્હો એ ડિવિઝનમાં નોંધાયો છે તે અંતગર્ત પી આઈ વી એમ યાદવ ,રામગરભાઈ,રણજીતસિંહ વિજયસિંહ, હાર્દિકસિંહ દીપકભાઈએ હાલ રાજકોટ ઇન્દ્રપ્રસ્થ નગરમાં અક્ષરમાર્ગમાં રહેતા હિતેન્દ્ર પોપટભાઈ ભાલારા (પટેલ) ( ઉ,વ, 40 )તથા ગોંડલમાં શાંતિનગરમાં રહેતા બિપિન ચંદ્ર ચણાદુલાલ રાણપરીયા (પટેલ) (ઉ,વ, 35 )ની ધરપકડ કરી છે આ અંગે બેન્કના મેનેજર અમદાવાદ રહેતા લવલેશ શિવકુમાર ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હતી