રાજકોટ
News of Saturday, 20th January 2018

સ્વસ્તિક પોલીસ સ્ટોરના નવા, અત્યાધુનિક શો-રૂમ વસંત પંચમીના દિને પ્રથમ વર્ષગાંઠઃ ચકલીના માળા - પાણીના કુંડાનું વિતરણ

ચક્ષુદાન - અંગદાન સંકલ્પ ફોર્મ ભરાવાશે : સંદિપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સૌને પધારવા આમંત્રણ

રાજકોટ, તા. ૨૦ : સૌરાષ્ટ્રના જાણીતા વેપારી, અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદિપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકર શ્રીજી બાવાના આર્શીવાદથી અને સૌના સાથ, સહકાર, પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શનથી વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત છે. ગૌ. વા. મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત, સંવર્ધિત તેમજ આર્શીવાદીત વ્યવસાયિક પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરએ સફળતાના સોપાનો સર કર્યા છે.

વિકસતા યુગ સાથે તાલ મેળવવા તેમજ ગ્રાહક નારાયણની સુવિધા માટે સ્વસ્તિક પોલીસ સ્ટોરના અત્યાધુનિક એસી શોરૂમનું મંગલાચરણ, નવા સરનામે એક વર્ષથી થયુ છે. ગુજરાતના સૌપ્રથમ, મલ્ટી બ્રાન્ડેડ, મલ્ટી પ્રોડકટ, વિશાળ, અત્યાધુનિક એવા શોરૂમ સ્વસ્તિક પોલીસ સ્ટોર (મહાવીર એપાર્ટમેન્ટ, મોટી ટાંકી ચોક, રાજકોટ) પર સ્થળાંતરીત થયો તેને વસંત પંચમીના પવિત્ર દિવસે એક વર્ષ પૂર્ણ થઈ રહ્ના છે ત્યારે તા.૨૨ના વસંત પંચમીના પવિત્ર દિને સવારે ૧૦ થી બપોરે ૧ દરમિયાન સ્વસ્તિક પોલીસ સ્ટોર (મહાવીર એપાર્ટમેન્ટ, મોટી ટાંકી ચોક, રાજકોટ) ખાતે સ્ટોરની વર્ષગાંઠ નિમિતે સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાશે.

સેવાયજ્ઞનું ઉદ્દઘાટન માતુશ્રી ગં.સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકર કરશે. આ પ્રસંગે વિવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે. કોઈપણ મંગલ પ્રસંગોની ઉજવણી સેવાકીય કાર્યોથી જ કરવાની માતુશ્રી ગં. સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકર પરિવારની પરંપરા મુજબ સ્વસ્તિક પોલીસ સ્ટોર, ખાતેથી સંદિપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકર પરિવાર દ્વારા તા.૨૨ને સોમવાર સવારે ૧૦ થી બપોરે ૧ દરમિયાન ચકલીના માળા તેમજ પક્ષીના પાણી પીવાના કુંડા (રામ - પાતર)નું નિઃશુલ્ક વિતરણ કરાશે સાથમાં જ અંગદાન - ચક્ષુદાન સંકલ્પ ફોર્મ ભરાવાશે. સૌને ઉપસ્થિત રહેવા સંદિપભાઈ શ્રીમાંકર (મો. ૯૦૯૯૦ ૧૪૦૧૨), સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર, અદિતિ શ્રીમાંકર, શ્રીમાંકર પરિવારે અપીલ કરી છે.(૩૭.૩)

(2:34 pm IST)