રાજકોટ
News of Friday, 19th August 2022

રાજકોટના લોકમેળામાં મનપાની ફૂડ શાખા ત્રાટકી : બે દિવસમાં અધધધ... ૯૦ કિલો વાસી ખાદ્ય સામગ્રીનો નાશ

૩પ થી વધુ ખાણીપીણીના સ્‍ટોલમાં ચેકીંગ : ૧૩ ને નોટીસ : ૬પ વેપારીઓને ટેમ્‍પરરી ફૂડ લાઇસન્‍સ અપાયા : ડે.કમિશનર આશિષકુમાર, નાયબ આરોગ્‍ય અધિકારી પીપી રાઠોડ તથા ફૂડ ઓફિસર અમિત પંચાલ સહિતના અધિકારીઓનું સ્‍થળ પર રાઉન્‍ડ ધ કલોક ચેકીંગ

 

રાજકોટ ઃ મહાનગર પાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેર વિસ્‍તારમાં યોજવામાં આવેલ લોકમેળામાં ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ મુજબ ૬પ વેપારીઓને ફૂડ લાઇસન્‍સ ઇસ્‍યુ કરવામાં આવેલ તેમજ બે દિવસમાં મેળામાં ૩પથી વધુ ખાણીપીણીના સ્‍ટોલમાં ચેકીંગ કરવામાં આવતા ૯૦ કિલો જેટલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ સ્‍થળ પર ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સની ટેસ્‍ટીંગ કિટ મારફતે ઇન્‍ગ્‍રેડીયન્‍ટથી તથા તળવા માટે વપરાતા ખાદ્યતેલની ટીપીસી વેલ્‍યુની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. કુલ ૧૩ ફૂડ બિઝનેશ ઓપરેટરોને હાઇઝેનીક કંડીશન અંગે નોટીસ આપવામાં આવી હતી.

(3:34 pm IST)