રાજકોટ
News of Friday, 19th August 2022

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સદ્ભાવનાના શપથ લેવડાવ્યા હતા.

રાજકોટ :પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સદભાવના દિવસ નિમિત્તે રાજકોટ રેલ્વે વિભાગના ડીવીઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈને સવારે 11.00 કલાકે ડીઆરએમ કચેરીના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સંપ્રદાય, પ્રદેશ, ધર્મથી ઉપર ઉઠવા અનુરોધ કર્યો હતો અને ભાષાકીય ભેદભાવ વિના કામ કરવાના શપથ લીધા હતા. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જયંતિને યાદ કરવા માટે, દર વર્ષે 20 ઓગસ્ટના રોજ 'સદભાવના દિવસ' ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે   ડિવિઝનલ ઑફિસમાં 19 અને 20 ઑગસ્ટના રોજ રજા હોવાથી 18 ઓગસ્ટ, 2022 "સદભાવના દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો.સદભાવના દિવસનો હેતુ તમામ ધર્મો, ભાષા અને પ્રદેશોના લોકો વચ્ચે રાષ્ટ્રીય એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાનો છે

  સદભાવના દિવસના શપથ ગ્રહણ સમારોહમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઉપરાંત સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઑફિસર મનીષ મહેતા, અન્ય તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 pm IST)