રાજકોટ
News of Monday, 19th July 2021

ઓલિમ્પિકના ખેલાડીઓના મોરલ સપોર્ટમાં ''સેલ્ફી પોઇન્ટ''

રાજકોટ : ટોકયો ઓલિમ્પિકસમાં-ર૦ર૧માં ભાગ લેતા રહેલાં ભારતીય ખેલાડીઓને મોરલ સપોર્ટ મળી રહે તે માટે વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દ્વારા વી સપોર્ટ ઈન્ડીયન પ્લેયર્સ થીમ નક્કી કરીને સેલ્ફી પોઈન્ટ બનાવાયેલ છે. વિદ્યાર્થીઓમાં આ સેલ્ફી પોઈન્ટે જબરદસ્ત આકર્ષણ જમાવ્યું છે. વિદ્યાર્થીઓ આ સેલ્ફી પોઈન્ટ પાસે સેલ્ફી લઈને પોતાનો સપોર્ટ ભારતીય ખેલાડીઓ માટે આપી રહ્યા છે. ટોકયો ઓલિમ્પિકસ-ર૦ર૧માં ભાગ લેતા રહેલાં ભારતીય ખેલાડીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડૉ. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેએ અભિનંદન પાઠવેલ હતા. આ સેલ્ફી પોઈન્ટના આયોજનને સફળ બનાવવા સંસ્થાના આચાર્ય ડો. જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ કન્વીનર ડો. સચિનભાઈ રાજાણી, સ્પોર્ટસ ટીચર મયુરભાઈ દેવમુરારી, વહિવટી અધિકારી નિલદીપભાઈ ભટ્ટી, કિરીટભાઈ શેઠ, જયેશભાઈ સંઘાણી, રાહુલભાઈ જાદવ તેમજ તમામ કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)