રાજકોટ
News of Thursday, 19th May 2022

હત્યાના આરોપી વધુ હાની પહોંચાડે એ પહેલા હથીયાર સાથે તેને પકડી લેનારી ટીમનું પોલીસ કમિશનરના હસ્તે સન્માન

 રાજકોટઃ ગત રાતે જામનગર રોડથી રેલ નગર તરફ જતા અંન્ડર બ્રીજ પહેલા રોડ પર ફાયરીંગ કરી હત્યાના બનાવમાં આરોપી પાસેથી હથીયાર ખુંચવી લઇ, સમય સુચકતા વાપરી હિમતભેર તેને પકડી લઇ નોંધપાત્ર કામગીરી કરનારા ક્રાઇમ બ્રાંચ અને ડિવીઝનના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું આજે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું. ઘટનાની જાણ થતાં જ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. વી. ધોળા, પીઆઇ વાય. બી .જાડેજા, ગાંધીગ્રામ પીઆઇ જી. એમ. હડીયા, પેરોલ ફરલો સ્કવોડની ટીમ, પ્ર.નગરની ટીમો પહોંચી ગઇ હતી. આરોપી અરશીલ ખોખરના હાથમાં હથીયાર હોઇ તેમજ અન્ય બે આરોપી અજીલ અને આરીફ ખોખર પણ હાજર હોઇ આમ છતાં પોલીસની ટીમે સમય સુચકતા વાપરી અરશીલના હાથમાંથી હથીયાર-રાઇફલ આંચકી લઇ હિમતપુર્વક ત્રણેય આરોપીને પકડી લેતાં વધુ જાનહાની અટકી હતી.  આ કામગીરી કરનારા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ કે.ડી.પટેલ, પો.કોન્સ. પ્રદીપસિંહ ગુલાબસિંહ, પેરોલ ફરલો સ્કવોડના હેડકોન્સ. જયદીપસિંહ હારીતસિંહ, ગ્રાંધીગ્રામના કોન્સ. શબ્બીરભાઇ ઇકબાલભાઇ, ગોપાલભાઇ પાટીલ, પ્ર.નગરના કોન્સ. ધર્મરાજસિંહ કૃષ્ણસિંહે પ્રોત્સાહીત કરવા પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ દ્વારા પ્રશંસાપત્ર અપાયા હતાં. આ પ્રસંગે પીઆઇ જે. વી. ધોળા, પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ બી. ટી. ગોહિલ પણ હાજર રહ્યા હતાં.

(3:53 pm IST)