રાજકોટ
News of Thursday, 19th May 2022

કોર્પોરેશન ફુડ વિભાગના ગુલ્‍ફી-આઇસ્‍ક્રીમ-ક્રીમ ઉત્‍પાદકને ત્‍યાં દરોડાઃ ૧૦૦ કિલો કેન્‍ડીનો નાશઃ મેંગો ડોલીમાં કેમિકલયુકત એસેન્‍સ મળી આવ્‍યું

તંત્ર સાધુ વાસવાણી રોડ પર ૧૫ સ્‍થળે ત્રાટક્‍યું : ૮ ને લાયસન્‍સ બાબતે નોટીસ ફટકારાઇ : બે નમુના લેવાયાઃ આઝાદ હિંદ ગોલામાંથી મેંગો ફલેવર્ડ સિરપનો નમૂનો લેવાયો : નોટીસો ફટકારાઇ : ગુરૂપ્રસાદ ચોક-કૃષ્‍ણનગર મેઇન રોડ પર ફુડ સેફટી ઓન વ્‍હીલર વાન સાથે ૧૮ ધંધાર્થીઓને ત્‍યાં તપાસ

રાજકોટ,તા. ૧૯: ઉનાળાની ઋતુ દરમિયાન આઇસક્રીમ તથા કેન્‍ડીનો ઉપયોગ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઇ કાલ ખોડિયાર પાર્ક-૨,ગિરિરાજ પાર્ટી પ્‍લોટની બાજુમાં,જૂનો મોરબી રોડ રાજકોટ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના ગુલ્‍ફિ&આઇસક્રીમ નામની ઉત્‍પાદક પેઢીની સ્‍થળ તપાસમાં કેન્‍ડીનું ઉત્‍પાદન થતું હોવાનું મળી આવેલ.સ્‍થળ પર પેઢીના માલિક કૃષ્‍ણ ગોપાલ ભૂરીસિંગ પાલ દ્વારા કેન્‍ડી જેવીકે ચોકોબાર,મેંગો ડોલી,માવા કેન્‍ડી,મેંગો જયુસી,તથા વેનીલા આઇસક્રીમનું બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં ઉત્‍પાદન કરવામાં આવતું હતું જેમાં નીચે દર્શાવેલી વિગતો ધ્‍યાને આવેલ.

(૧)ચોકોબાર કેન્‍ડી બનાવવામાં ખરેખર તો મિલ્‍ક ફેટ કે FSSAI દ્વારા માન્‍યતા પ્રાપ્ત વેજીટેબલ ફેટ નો ઉપયોગ માન્‍ય છે.

(૨)મેંગો ડોલી કેન્‍ડી બનાવવામાં કેમિકલયુક્‍ત એસન્‍સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

(૩)કેન્‍ડીનું પેકિંગ કરવામાં આવતું નથી કે કોઈ લેબલ લગાવેલ નથી.તેમજ કેન્‍ડી નું પેકિંગ કર્યા બાદ મિલ્‍ક ફેટમાં થી બનાવેલ છે તે દર્શાવવું જરૂરી છે. કેન્‍ડી ઉપર ઉત્‍પાદન તારીખ,બેચ નંબર તથા ઈન્‍ગ્રેડિયન્‍ટસ પણ દર્શાવવું જરૂરી છે.

ઉપરોક્‍ત તમામ વિગતોએ અંદાજીત ૬૦Kg.ચોકોબાર કેન્‍ડી તથા ૪૦Kg.મેંગો ડોલી કેન્‍ડી મળી ને કુલ ૧૦૦Kg. બિનઆરોગ્‍યપ્રદ કેન્‍ડી નો નાશ કરવામાં આવેલ.

ઉત્‍પાદન સ્‍થળની બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતી તથા સ્‍ટોરેજ બાબતે પેઢીના માલિકને નોટિસ આપવામાં આવેલ તથા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ ચોકોબાર કેન્‍ડીનો નમૂનોલઈ પૃથ્‍થકરણ અર્થે મોકલી આપેલ છે.

નમુનાની કામગીરી

રાજકોટમહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ ૨ નમૂના લેવામાં આવેલ

(૧)ચોકોબાર કેન્‍ડી (લુઝ) : સ્‍થળ-શ્રી ક્રિશ્ના ગુલ્‍ફી&આઇસક્રીમ,ખોડિયાર પાર્ક-૨,ગિરિરાજ પાર્ટી પ્‍લોટની બાજુમાં,જૂનો મોરબી રોડ,રાજકોટ.

(૨) મેંગો ફલેવર્ડ સિરપ (બરફ ગોલાનું) (લૂઝ):સ્‍થળ- આઝાદ હિદ ગોલાવાલા -અંબર પ્‍લાઝા શોપ નં.-૩. રણછોડનગર -૮,પેડક રોડ,રાજકોટ.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે સાધુવાસવાણી રોડ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં,શેરડીનો રસ,આઇસક્રીમ,તથા ઉપયોગ માં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૦૮ ફુડ બિઝનેસ ઓપરેટરને લાઇસન્‍સ બાબતની નોટિસ આપવામાં આવેલ.

ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે ચકાસણી કરેલ ધંધાર્થિઓની વિગત

(૧)ઉમિયાજી કોલ્‍ડ્રિંસ (૨) ઉમિયા રસ પાર્લર (૩)ગજાનન રસ &ગોલા (૪)બાપા સીતારામ રસ સેન્‍ટર (૫)સ્‍વામીસ રેસ્‍ટોરન્‍ટ(૬)બહુચરાજી ડ્રાયફ્રૂટ (૭)શ્રી બંસીધર ડેરી ફાર્મ (૮)નીલકંઠ પ્રોવિઝન સ્‍ટોર આ તમામને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

 તથા (૯)ઉમિયાજી ફરસાણ (૧૦) દાવત ફેમિલી રેસ્‍ટોરન્‍ટ (૧૧)ઓરેન્‍જ રાધે આઇસક્રીમ (૧૨)સેલ્‍વાસ સાઉથ (૧૩)રેડ એપલ રેસ્‍ટોરન્‍ટ (૧૪)સોમનાથ રેસ્‍ટોરન્‍ટ (૧૫)મનમંદિર કોલ્‍ડ્રિંક્‍સની સ્‍થળ પર ચકાસણીકરવામાંઆવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે ગુરુપ્રસાદ ચોક-કૃષ્‍ણનગર મેઇન રોડ ના વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૮ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં,ફરસાણ,આઇસક્રીમ,મીઠાઇ તથા ઉપયોગ માં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ

ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે ચકાસણી કરેલ ધંધાર્થિઓની વિગત

(૧)ભગવતી ફરસાણ ્રૂ સ્‍વીટ માર્ટ(૨)પટેલ ફૂડ ઝોન (૩)શિવાય ફૂડ હબ (૪)અનમોલ શીંગ સેન્‍ટર (૫)એંજોય શેરડીનો રસ (૬)ગોરધનભાઈ ચેવડાવાળા (૭)બાલાજી ભવાની ફરસાણ (૮)સત્‍યમ જનરલ સ્‍ટોર (૯)રજવાડી ગોલા (૧૦)પટેલ તાવો (૧૧)ઓરેન્‍જ સોડા શોપ (૧૨)સ્‍વાદ કા સ્‍વેગ (૧૩)સીતારામ ડેરી ફાર્મ (૧૪)મયુર વડાપાવ (૧૫)નીલકંઠ આઇસક્રીમ (૧૬)મંગલમુર્તિ મેડિસિન્‍સ (૧૭)ઉમિયા ફરસાણ (૧૮)પટેલ પાન્રૂકોલ્‍ડ્રિંક્‍સની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

(3:38 pm IST)