રાજકોટ
News of Thursday, 19th May 2022

માધાપર ટી.પી. સ્કીમ ૧૧ હવે મનપા બનાવશે

સામાન્ય સભામાં ૧૦ દરખાસ્તોનો નિર્ણય

રાજકોટ તા. ૧૯ : કોર્પોરેશનના આજરોજ મળેલ જનરલ બોર્ડમાં કુલ ૯ દરખાસ્તો તથા ૧ અરજન્ટ દરખાસ્ત અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટને વાવડીમાં કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની જમીન નીમ કરવા અંગેનો નિર્ણયની દરખાસ્ત કાયદાકીય પ્રશ્નના કારણે પેન્ડીંગ રહ્યો હતો. ઉપરાંત માધાપરમાં સુચિત નગર યોજના બનાવવા સંદર્ભે જોગવાઇ મુજબની કાર્યવાહી કરવા અંગેની એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત તથા મોચીનગર પાસેના ચોક તથા આનંદ બંગલા ચોકના નામકરણ સહિતની ૯ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.

આ બોર્ડમાં શહેરના વોર્ડ નં.૦૭ માં વિજય પ્લોટ શેરી નં.૧૨ માં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, વોર્ડ નં. રના વોર્ડ નં.૦૭ માં પ્રહલાદ પ્લોટ શેરી નં.૨૧ ના ખુણે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં. ૦૩માં ભીચરીનાકા પાસે પમ્પીંગ સ્ટેશન સામે આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરના વોર્ડ નં.રમાં આવેલ મનુબેન ઢેબરભાઇ સેનેટોરિયમના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને કાટમાળ લઇ જવાના તથા જમીનને સમથળ (લેવલ) કરવાના, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ રાજકોટના સર્વે નં.૨૧૮ પૈકીની જમીન સમસ્ત રાવળ સમાજને સ્મશાન / સમાધિ સ્થાન માટે ફાળવવા, વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ , વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં.૬ ની જમીન નીમ કરવા, શહેરના વોર્ડ નં. ૦૧માં ગાંધીગ્રામ વિસ્તારમાં પુરુષાર્થ સ્કુલ , મોચીનગર હોલની બાજુમાં આવેલ ચોકને 'ગુરૃનાનક ચોક' નામકરણ કરવા તથા શહેરના વોર્ડ નં. ૧૩ માં આનંદ બંગલા ચોક પાસે આવેલ મેંગો માર્કેટવાળા ચોકને 'સ્વ.રતિભાઈ બોરીચા ચોક' નામકરણ કરવા સહિતની ૯ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

(3:33 pm IST)