રાજકોટ
News of Thursday, 19th May 2022

રૈયાધાર રંભામાની વાડીમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યોઃ મહેશ પકડાયો

યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. જી. ડાંગર અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: દોઢસો ફુટ રીંગ રોડ શિતલ પાર્ક બસ સ્‍ટેશન પાસે હિમતનગર-૪ રંભામાની વાડી અંદર તા. ૧૯/૪ના રોજ રાત્રીના સવા ત્રણેક વાગ્‍યાના સમયે એક શખ્‍સ દિવાલ ટપી અંદર પ્રવેશી મોબાઇલ ફોન સહિતની ચીજવસ્‍તુઓ ચોરી ગયો હતો. સીસીટીવી કેમેરામાં એક શખ્‍સ દેખાયો હતો. આ ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી મહેશ ભરતભાઇ કુવારદીયા (દેવીપૂજક) (ઉ.૨૪-રહે. પ્રદ્યુમનનગર રોડ, યાર્ડ પાછળ સાગરનગર-૧)ને પકડી લઇ ૧૪ હજારના ત્રણ મોબાઇલ ફોન કબ્‍જે લીધા છે.આ બનાવમાં રંભામાની વાડીમાં રહેતાં અને આ વાડીમાં પાંચ વર્ષથી ગૃહપતિ તરીકે નોકરી કરતાં હાર્દિક કિરીટભાઇ સંચાણીયા (ઉ.૨૪)એ ૨૦/૪ના રોજ ફરિયાદ કરી હતી. ૧૯મીએ રાતે હાર્દિક સહિતના ત્રીજા માળે અગાસીએ સુતા હતાં ત્‍યારે નીચેના રૂમાંથી ચોરી થઇ હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, જુવાનસિંહ ગોહિલ, કોન્‍સ. રાહુલ રાઠોડ સહિતે આ કામગીરી કરી છે. મહેશ છુટક મજૂરી કરે છે. તે બીજા કોઇ ગુનાઓમાં સામેલ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે

(3:02 pm IST)