રાજકોટ
News of Thursday, 19th May 2022

ચેક રિટર્ન કેસના આરોપીને ત્રણ માસની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૧૯ : અત્રે ચેક રિટર્નના કેસમાં આરોપી દિપકભાઇ પ્રાગજીભાઇ વાઘેલાએ માંગેલ હાથ ઉછીની રકમ પરત ન કરતા સજા અને વળતર ચુકવવાનો  અત્રેની અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટના વેપારી અમરશીભાઇ મેઘજીભાઇ અરીલા પાસેથી આરોપીએ હાથ ઉછીના રકમ રૂા.ર,૧પ,૦૦૦ લીધેલ હતી. હાથ ઉછીની લીધેલ રકમ પેટે આરોપીએ ફરીયાદીને એક ચેક આપેલ હતો. તે ચેક ફરીયાદીએ નિયત કરેલ સમયે પોતાની બેંકમાં જમા કરાવતા તે ચેક અન સફીશીયન્‍ટ ના શેરા સાથે પરત ફરેલ હતો. જે ચેક પરતફરતા ફરીયાદીએ દિપકભાઇ પ્રાગજીભાઇ વાઘેલાને નોટીસ મોકલેલ, પરંતુ નોટીસનો જવાબ ન મળતાં ફરીયાદીએ ચેક રિટનની ફરીયાદ રાજકોટના જયુડી. મેજી.ની કોર્ટમાંવર્ષ ર૦૧૯માં ફરીયાદ દાખલ કરેલ હતી.

સ્‍પેશ્‍યલ  નેગોશીયબલ કોર્ટમાં ફરીયાદ ચાલી જતાં આરોપી અદાલત સમક્ષ હાજર થયેલ હતા. આ સમય દરમિયાન કોર્ટે દસ્‍તાવેજી પુરાવાઓને ધ્‍યાને લઇ આગળની કાર્યવાહી ચાલુ રાખતાં ફરીયાદી પક્ષે રોકાયેલ કોટેચા એસોસીએટસના એડવોકેટસ દ્વારા અલગ અલગ  વડી અદાલતોના જજમેન્‍ટસ રજુકરાયા હતાં. તેમજ ફરીયાદીનું કાયદેસરનું લેણુ છે તેના પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરી રજુઆત કરેલ હતી. જેને ધ્‍યાને લઇ કોર્ટે આરોપી દિપકભાઇ પ્રાગજીભાઇ વાઘેલાને ૩ માસની સાદી કેદ તેમજ ચેકની રકમ રૂા.ર,૧પ,૦૦૦ની રકમ ૩૦ દિવસમાં ચુકવી દેવાનો હુકમ તારીખ ર૦-૪-ર૦રરના રોજ ફરમાવેલ છે. જો આ કેસમાં દિવસ-૩૦માં ચેક મુજબની રકમ ચુકતે ન કરે તો આરોપીને વધુ ૬ માસની કેદનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી કોટેચા એસોસીએટસના એડવોકેટસ વિશાલ એન. કોટેચા ઉપરાંત બીપીન આર.કોટેચા, નિમેષ એન.કોટેચા તથા અંકુર બી. કોટેચા રોકાયેલ હતા.

(2:58 pm IST)