૨૯ મીએ ધ બીગેટ્સ ટેલેન્ટ શો
શીંગીંગ-ડાન્સીંગ-એકટીંગ સહીતની એકટીવીટી : નામ નોંધણી ચાલુ
રાજકોટ તા. ૧૯ : ટીમ જાનવી ઇસરાની દ્વારા બાળકો અને તેમના મમ્મીઓ માટે તા. ૨૯ ના ‘ધ બીગેસ્ટ ટેલેન્ટ શો'નું આયોજન કરાયુ છે.
આ અંગે વિગતો વર્ણવતા તેમણે જણાવેલ કે કોરોનાના સમય પછી બાળકોમાં ઉત્સાહ વધે તેવા કાર્યક્રમો આપવાના હેતુથી આ આયોજન કરાયુ છે.
રંગીલુ ફુડ સીટી, સયાજી હોટલ પાસે, નાના મવા સર્કલ રોડ, કાલાવડ રોડ ખાતે આયોજીત આ ટેલેન્ટ શો માં શીંગીંગ, ડાન્સીંગ, એકટીંગ, મોડેલીંગ સહીતની એકટીવીટી કરાવવામાં આવશે.
કાર્યક્રમમાં જોડાવા માટે કોઇ ચાર્જ નથી, પરંતુ ફાઇનલ સ્પર્ધકે ઓડીશન ફી રૂ.૩૫૦ આપવાની રહેશે. નામ નોંધણી અને વધુ વિગતો માટે મો.૭૨૦૧૯ ૨૧૮૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જાનવી ઇસરાની, પૂજા રાજપૂત, પૂનમ બાઠીયા, હિના મેઘાની, પારૂલ ચુડાસમા નજરે પડે છે.