રાજકોટ
News of Thursday, 19th May 2022

ગેરકાયદે ગર્ભપરિક્ષણ-ગર્ભપાતના કેસમાં આરોપીની બીજી વખતની જામીન અરજી રદ

રાજકોટ તા.૧૯: ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત કરવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની બીજી વખતની જામીન નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
ડીસીબી પો.સ્‍ટે. દ્વારા બાતમીના આધારે ગોઠવેલ છટકામાં ડમી ગર્ભવતી મહિલાના ગર્ભપરિક્ષણ કરાવવા અને ગર્ભમાં બાળકીનું ગર્ભ હોય તો ગર્ભપાત કરાવવા નકકી થયેલ અને રેઇડમાં રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના આરોગ્‍ય અધિકારી મારફત પી.સી.એન્‍ડ પી.એન ડી.ટી. એકટ અનુાર સોનોગ્રાફી મશીન અને અન્‍ય તકનીકી સાધનો અન્‍વયેની વિગતે કાર્યવાહી દવા આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વકાણી મારફત ફરીયાદ લઇ તપાાસ કરનાર અધિકારી એ.આર. વરૂ દ્વારા કાર્યવાહી કરેલ જેમા બિનાબેન ઉર્ફે મીરાબેન ભાવેશભાઇ પરમાર અને નયનકુમાર માધાભાઇ ગીરનારીની ધરપકડ કરેલ હતી. તપાસ પૂર્ણ થતાં બન્ને આરોપીઓએ બીજી વખતની જામીન અરજી એડી. સેસન્‍સ જજ એ.ેવી. હિરપરા સાહેબ સમક્ષ કરેલ જેમાં મૂળ ફરીયાદી વતી જયેન્‍દ્ર એસ.ગોંડલીયા અને સરકાર તરફે એ.જી.પી. અનીલ ગોગીયા દ્વારા રજુઆત કરતા ચાર્જશીટ બાદની બન્ને આરોપીની જામીન અરજી રીજેકટ કરતો હુકમ ફરમાવેલ છે.સદરહુ કામે મુળ ફરીયાદી રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગ તરફ ગોંડલીયા એસોસીએટસના જયેન્‍દ્ર એચ. ગોંડલીયા, તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદીપસિંહ વાઘેલા,  કરણ ડી.કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્‍નાબેન પીઠડીયા, પીયુષ  કોરીગા, મોૈલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારશ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતાં.

 

(11:06 am IST)