રાજકોટ
News of Tuesday, 19th January 2021

કૃષિ બીલના બહાને ખેડુતોને સરકાર લોહી ચુસતી કંપનીઓને હવાલે કરવા માંગે છે : ઇન્દ્રનીલ રાજગુરૂ

રાજકોટ તા. ૧૯ : કૃષિ બીલના બહાને સરકાર મસમોટી કંપનીઓને વચ્ચે લાવી ઉત્પાદકોને જે સીધો લાભ મળતો હતો તેમાં ઘાલમેલ કરવાનો ઇરાદો સેવી રહી હોવાનું પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ એક નિવેદનમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે ખેડુતથી નાના વેપારી થકી સીધા ઉપભોગતા એટલે કે આમ આદમીને ખાદ્ય ચીજો મળે છે તે વ્યવસ્થા તોડી લોહી ચુસતી કંપનીઓને વચ્ચે લાવી ખેત ઉત્પાદનમાં સરકારી તંત્રની દખલગીરી રાખી કોઇ મોટો ભ્રષ્ટાચારનો મનસુબો સરકાર સેવી રહી છે.

ખાદ્ય ચીજોના સંગ્રહ કરવાના કાયદાને ફેરવી તેનો સંગ્રહ જેટલો કરવો હોય તેટલો કરવાની જોગવાઇ થકી રીંંગ ઉભી કરી મન ફાવે તેવા ભાવ લુંટવાની મેલી મુરાદ આ નવા કાયદામાં જોવા મળી રહી છે. કંપની તેના નફાના હીસ્સો ભાજપને આપશે તે કોઇ નવી વાત નહી હોય. ટુંકમાં કૃષી કાયદો કોઇકાળે ખેડુતોને લાભ કર્તા નથી. તેમ અંતમાં ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવેલ છે.

(4:24 pm IST)