રાજકોટ
News of Sunday, 18th October 2020

રાજકોટમાં નવરાત્રીના પાવન પર્વે માતાજીના બેઠા- ગરબા સ્તુતિગાન કરાયા

સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માતાજીના ગરબા ગાઈને પર્વની ઉજવણી :નાની બાળાઓ માસ્ક પહેરી પહોંચી ગરબીમંડપ :માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરાયા

 

રાજકોટ : નવલા નવરાત્રીના પાવન [પ્રસંગે રાજકોટમાં મોટાભાગની ગરબીઓ મુલતવી રહેલ છે ત્યારે કેટલીક પ્રાચીન ગરબીઓએ સોશ્યલ ડીસ્ટન્સની પાલન કરીને નવરાત્રીનો ક્રમ જાળવ્યો હતો અને માતાજીના પૂજન અર્ચન અને ગરબા ગાઈને નવરાત્રીની ઉજવણી કરી હતી સોરઠીયા વાડી ચોક પાસે આવેલ પવનપુત્ર ગરબી મંડળની નાની બાળાઓ માસ્ક પહેરીને ગરબી મંડળે પહોંચી હતી અને માતાજીનું પૂજન કરીને ગરબા ગાઈને નવરાત્રીની ઉજવણી કરી હતી સિવાયના વિસ્તારોમાં પણ પરંપરાગત નવરાત્રીની ઉજાવણી સોશયલ ડિસ્ટન્સ સાથે કરાઈ હતી તે પ્રસઁગની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

 

(11:20 pm IST)