News of Thursday, 18th August 2022
RDNP+ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ
એચ.આઇ.વી./એઇડ્સ સાથે જીવતા લોકોના સંગઠન રાજકોટ ડીસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ વીથ એચ.આઇ.વી./અઇડસ (આરડીએનપી પ્લસ) દ્વારા તાજેતરમાં સભ્યો માટે રાશન સપોર્ટ અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં શહેર જિલ્લાના ૧૫૬ થી વધુ કુટુંબોને સીતારામ બાલાજી અન્નક્ષેત્રના સહયોગથી રાશન વિતરણ કરાયુ હતુ. એજ રીતે મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ આયુષ્યમાન કાર્ડ કેમ્પનો પણ બહોળી સંખ્યામાં લાભ લેવાયો હતો.
(3:41 pm IST)