બાઇક ચોરીને ફેરવતો વિનોદ નેપાળી ગોપાલ ચોકમાંથી પકડાયો
યુનિવર્સિટીના સિધ્ધરાજસિંહ અને મૈસુરભાઇની બાતમી
રાજકોટ તા. ૧૮: સાધુ વાસવાણી રોડ પર ત્રિલોક પાર્ક આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. ૧૮ કવાર્ટર નં. ૧૨માં રહેતો વિનોદ ઉર્ફ બિનોદ ઉત્તમભાઇ ટમટા (નેપાળી) (ઉ.૨૬) ચોરાઉ બાઇક ફેરવતો હોવાની અને તે ગોપાલ ચોકમાં ઉભો હોવાની બાતમી યુનિવર્સિટી ડી. સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયાને મળતાં તેને સકંજામાં લીધો હતો. તેની પાસેથી જીજે૦૩સીક્યુ-૬૭૩૬ નંબરનું બાઇક કબ્જે લેવાયું હતું. જે તેણે બાલકદાસ સોસાયટીમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું.
પ્રારંભે તો બાઇક પોતાનું હોવાનું વિનોદે રટણ કર્યુ હતું. પણ બાદમાં પોકેટકોપ એપનો ઉપયોગ થતાં માલિક અન્ય નીકળતાં તેની વધુ પુછતાછ થતાં ચોરી કબુલી હતી. અગાઉ પણ તે બે વખત પોલીસ ચોપડે ચડયો હતો. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર સહિતે આ કામગીરી કરી હતી.