રાજકોટ
News of Saturday, 18th June 2022

રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલની નવી ભવ્‍ય ઓફીસનું ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે કાલે ઉદ્‌્‌ઘાટન

સાંસદસભ્‍યો, ધારાસભ્‍યો, મંત્રીઓ, રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહેશે : ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર અદ્યતન ઓફીસ બનાવાઇ : અકિલા પરિવાર સહિત અનેકાનેક મહાનુભાવો દ્વારા એડવોકેટ અર્જુન પટેલને શુભેચ્‍છા પાઠવાઇ

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલની નવી ઓફીસનું આવતીકાલ તા. ૧૯-૬-ર૦રર ના રોજ રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્‍તે શુભારંભ થવા થઇ રહ્યો છે.

અર્જુનભાઇ પટેલ હાલ રાજકોટ બારના પ્રમુખ છે તેમજ એસ.ટી. કોર્પોરેશન, રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશના લીગલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ભૂતપૂર્વ મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકેની ૬ વર્ષ સુધી ફરજ બજાવી ચુકેલ છે.

આવતીકાલ તા. ૧૯-૬-ર૦રર ના રોજ સાંજના પ કલાકે રાજકોટના ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલા જેડ ડબલ્‍યુ ના શો-રૂમની પાછળ નવજયોત પાર્ક, શેરી નં. ૧ ખાતે રાજકોટ બાર એસોસીએશન પ્રમુખ અર્જુનભાઇ પટેલની નવી ઓફીસનું ગ્રાઉન્‍ડ ઓપનીંગ રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ્‍ સંઘવી  તથા વ્‍યીકત વિશેષ મહાનુભાવો ડો. ભરતભાઇ બોઘરા (પ્રદેશ ઉપાધ્‍યક્ષ-ભાજપ) તથા શ્રી આર.સી. ફળદુ- રાજયના પૂર્વ કૃષિમંત્રી તેમજ પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ-ભાજપ અને હાલ ધારાસભ્‍ય જામનગર શહેર તેમજ અરવિંદભાઇ રૈયાણી (મંત્રીશ્રી, ગુજરાત રાજય), ડો. પ્રદીપભાઇ ડવ (મેયર રાજકોટ), રામભાઇ મોકરીયા (સાંસદ-રાજકોટ), મોહનભાઇ કુંડારીયા (સાંસદ-રાજકોટ), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્‍ય-રાજકોટ), લાખાભાઇ સાગઠીયા  (ધારાસભ્‍ય- રાજકોટ) નરેશભાઇ પટેલ (ચેરમેન-ખોડલધામ ટ્રસ્‍ટ), પ્રશાંત કોરાટ (પ્રમુખ, યુવા મોરચા, ગુજરાત પ્રદેશ-ભાજપ) કમલેશભાઇ મીરાણી, (અધ્‍યક્ષ રાજકોટ શહેર ભાજપ) કિશોરભાઇ ત્રિવેદી (ચેરમેન બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત), મનોજભાઇ અનડકટ (મેમ્‍બર, બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયા) અને જે.જે.પટેલ (કન્‍વીનર, લીગલ સેલ પ્રદેશ ભાજપ) સહિતનાઓની ઉપસ્‍થિતિમાં ઓફીસે રીબીન કાપી કરવામાં આવનાર છે. આ મહત્‍વપૂર્ણ ઓફીસ ઉદ્‌્‌ઘાટનના અંગેનો સમારોહ જેડ બ્‍લ્‍યુ-શો રૂમની સામે અને બીગ બજાર પાસે આવેલા અમૃતસાગર પાર્ટી પ્‍લોટ ખાતે સાંજે પ થી ૮ કલાકે દરમિયાન રાખવામાં આવેલી છે. જે ઉદ્‌દ્ધાટન સમારોહમાં રાજકોટ શહેર, ગોંડલ, મોરબી, જામનગર, કાલાવડ વિગેરે વિવિધ શહેરોમાંથી મોટી સંખ્‍યામાં એડવોકેટશ્રીઓ તથા બારના પ્રમુખ શ્રી અર્જુનભાઇ પટેલના સગા સંબંધીઓ તથા મિત્ર-પરિવાર ઉપસ્‍થિત રહેવાના છે. અર્જુનભાઇ પટેલની રૂબરૂ વાતચીત દરમિયાન આ તેમની ઓફીસનો ઉદ્‌્‌ઘાટન સમારોહ તેની જિંદગીનું યાદગાર સંભારણું બની રહેશે તેવું જણાવેલ છે. ઉદ્‌્‌ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ પધારેલા તમામ વકીલ મિત્રો અને સગા-સબંધીઓ અર્જુનભાઇ પટેલની ઓફીસ ઉપર શુભેચ્‍છા માટે જશે અને અર્જુનભાઇ પટેલ રાત્રીના ૧ર.૦૦ વાગ્‍યા સુધી ઓફીસ ઉપર મળી શકશે. 

 અર્જુનભાઇ પટેલનો જન્‍મ વર્ષ ૧૯૬પમાં કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામે ખેડુત પરીવારમાં થયેલ છે. તેઓ શિશુકાળથી  રાષ્‍ટ્રીય સ્‍વયંમ સેવક સંઘના  સ્‍વયંમ સેવક છે. તેઓનું પ્રાથમીક શિક્ષણ તેમના ગામે અને ત્‍યાર બાદ હાઇસ્‍કુલનો અભ્‍યાસ કાલાવડ નગર પંચાયત સ્‍કુલમાં કરેલ છે અને તેઓ આર્ટસના ગ્રેજયુએટ છે જે ગ્રેજયુએટની ડીગ્રી તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ છે. તેઓએ કોલેજ દરમિયાન માઉન્‍ટેનીયરીંગ, ઇન્‍ટરનેશલ વોટર્સ સ્‍પોર્ટસ કોમ્‍પીટીશન કરેલ છે તેમજ તેઓ એનસીસીનું સી-સર્ટીફીકેટ ધરાવે છે. તેમણે રાજકોટ એ.એમ.પી.લો કોલેજમાંથી લોનો અભ્‍યાસ કરેલ છે અને વર્ષ ૧૯૮૯થી રાજકોટ ખાતે સીવીલ , ક્રીમીનલ અને રેવન્‍યુની પ્રેકટીસ કરે છે. તેઓ સ્‍વ.અભયભાઇ ભારદ્વાજના જુનીયર હતા અને ત્‍યાર બાદ વર્ષ ૨૦૦૦ની સાલથી પોતાની સ્‍વતંત્ર પ્રેકટીસ કરી રહયા છે. તેઓ વર્ષ ર૦૦૩ થી ર૦૦૬ અને ર૦૦૮ થી ર૦૧૦ દરમિયાન એડીશ્નલ પબ્‍લીક પ્રોસીકયુટર અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીેકે પણ ફરજ બજાવેલ છે. તાજેતરમાં વર્ષ ર૦રર ની રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં તેઓ જંગી બહુમતીથી રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે ચુંટાઇ આવેલ છે. તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં ન્‍યાયમુર્તિ તરીકે વરાયેલા જસ્‍ટીસ શ્રી પારડીવાલા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલના આમંત્રણને માન આપી રાજકોટ પધારેલા અને જસ્‍ટીસ પારડીવાલાની અધ્‍યક્ષતામાં લીગલ સેમીનારનું ભવ્‍ય આયોજન થયેલું જે રાજકોટ બારના વકીલો માટે એક યાદગાર સંભારણું છે.

 અર્જુનભાઇ પટેલે તેમની આ નવી અને અદ્યતન ઓફીસના શુભારંભ પ્રસંગમાં ખાસ પધારવા તમામ વકીલો મિત્રોને સ્‍નેહી સંબંધીઓને  આમંત્રણ પાઠવેલ છે. આ તકે તેઓને તેમના મો.નં. ૯૮૯૮૨ ૧૪૦૨૮ ઉપર સગા-સ્‍નેહીઓ રાજકીય આગેવાનો , વકીલોના મિત્રો સ્‍નેહીજનો શુભેચ્‍છા મળી રહી છે. અકિલા પરિવારના  શ્રી કિરીટભાઇ ગણાત્રા,અજીતભાઇ ગણાત્રા, નૈમિષભાઇ ગણાત્રા, નયનભાઇ વ્‍યાસ તરફથી પણ શુભેચ્‍છા અપાઇ હતી.

(12:40 pm IST)