રાજકોટ
News of Wednesday, 18th May 2022

નવાગામ દિવેલીયાપરામાં નવદંપતિ સતિષ અને રેખાને પરિવારજનોએ ઢીકાપાટુ માર્યા

ચાર માસ પહેલા જ લગ્ન થયા છેઃ સતિષે કહ્યું-પિતા લગ્નનો ખર્ચ માંગી હેરાન કરે છેઃ સસરા ખરાબ નજર કરતાં હોવાનો નવોઢા રેખાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: નવાગામ દિવેલીયાપરામાં રહેતાં અને ચાર માસ પહેલા જ પરણેલા સતિષ જગદીશભાઇ માત્રણીયા (ઉ.૨૧) તથા તેની પત્‍નિ રેખા સતિષ માત્રણીયા (ઉ.૨૦) પોતાને પરિવારજનોએ જ મારકુટ કર્યાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

સતિષ અને રેખાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા છે. સતિષ છુટક મજૂરી કરે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે લગ્ન થયા એ સાથે જ પિતા જગદીશભાઇએ અમને ઉપરના માળે અલગ કરી દીધા હતાં. હવે પિતા લગ્નના ખર્ચની રકમ માંગી હેરાન કરે છે. નવોઢા રેખાએ આક્ષેપ કર્યો હતો કે સસરા મારી સામે ખરાબ નજર કરે છે. સતિષે વધુમાં કહ્યું હતું કે આજે પિતા જગદીશભાઇ માત્રણીયા , માતા ધુનાબેન, બહેન રિધ્‍ધી, કાકા દિનેશભાઇ અને કાકી ભાવુબેન તથા ફઇ ગીતાબેને મળી અમને બંને પતિ-પત્‍નિને મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)