રાજકોટ
News of Wednesday, 18th May 2022

આજીડેમ પોલીસના દારૂના ગુનામાં ફરાર રવિન્‍દ્ર પકડાયો

માલવીયાનગર પોલીસે કૃષ્‍ણનગર રોડ પરથી પક્‍ડયો

રાજકોટ તા. ૧૮: આજીડેમ પોલીસ સ્‍ટેશનના દારૂના ગુનામાં ફરાર શખ્‍સ રવિન્‍દ્ર ઉર્ફ મુન્‍નો રાજુભાઇ રજપૂત (ઉ.૨૦-રહે. ખોડિયારનગર મેઇન રોડ, એસટી વર્કશોપ પાછળ)ને તે કૃષ્‍ણનગર મેઇન રોડ પર ગુરૂપ્રસાદ ચોકમાં આવ્‍યો હોવાની બાતમી હેડકોન્‍સ. અજયભાઇ વિકમા અને કોન્‍સ. હરપાલસિંહ જાડેજાને મળતાં માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ, કુલદિપસિંહ, મહેશભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ અને હિરેનભાઇએ પકડી લઇ આજીડેમ પોલીસને સોંપ્‍યો હતો.

(3:59 pm IST)