રાજકોટ
News of Wednesday, 18th May 2022

વોર્ડ નં. ૧૧ના સિલ્‍વર ગોલ્‍ડ સોસાયટીમાં સ્‍ટોર્મ વોટર પાઇપ લાઇન કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૧માં સિલ્‍વર ગોલ્‍ડ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્‍ટોર્મ વોટરની પાઇપ લાઇનનું ખાતમુહુર્ત ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર વિનુભાઇ સોરઠીયા, રણજીતભાઇ સાગઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન ફર્નાન્‍ડીઝભાઇ પાડલીયા, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઇ પીપળીયા, મહામંત્રીશ્રી સંજયભાઇ બોરીચા, હરસુખભાઇ માકડીયા, વોર્ડ અગ્રણીશ્રી વિજયભાઇ કોરાટ, મહેશભાઇ પીપળીયા, સંજયભાઇ દવે, પ્રવિણભાઇ ઠુંમર, ફર્નાન્‍ડીઝભાઇ પાડલીયા, ધર્મેશભાઇ સોલંકી, હિતેન્‍દ્રભાઇ ઘેટીયા, જીતુભાઇ ધામેલીયા તથા સંગઠનના તમામ લોકો હાજર રહ્યા હતા. આ તકે સ્‍થાનિક આગેવાનો રાજુભાઇ સાવલીયા, હિતેશભાઇ ખુંટ, જેન્‍તીભાઇ વેકરીયા, સુરેશભાઇ અકબરી, મુકેશભાઇ વીરાણી, પ્રફુલભાઇ સોલંકી, સુરેશભાઇ વનપરિયા, પરેશભાઇ સોરઠીયા, મનસુખભાઇ આંબલીયા, જે. સી. પટેલ, વિનુભાઇ જાવિયા, જસ્‍મીનભાઇ કાલાવડીયા, યતીનભાઇ દેસાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાથી સિલ્‍વર ગોલ્‍ડ, હરિદ્વાર હિલ્‍સ, ગોવિંદ પાર્ક, અલય પાર્ક, તિરૂપતિ સોસા., સિલિકોન વેલી તથા આજુબાજુની નાની મોટી તમામ સોસાયટીમાં ચોમાસામાં ભરાતા પાણીની મુશ્‍કેલીનો નિકાલ થશે.

(3:58 pm IST)