આજીડેમ ચોકડીએ ઇકો કારની ઠોકરે એકટીવા ચડતાં અજય ચારોલાનું મોત
નાના મવા પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો યુવાન કામ માટે જતો'તો ને કાળ ભેટ્યોઃ કોળી પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૮: આજીડેમ ચોકડી નજીક માન સરોવર સોસાયટીના ઢાળીયા પાસે ઇકો કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં નાના મવા ચોકડી પાસે રહેતાં ત્રીસ વર્ષના કોળી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપ્યું હતું.
જાણવા મળ્યા મુજબ નાના મવા સર્કલ નજીક આવાસ યોજના કવાર્ટરમાં રેતો અજયભાઇ રમેશભાઇ ચારોલા (કોળી) (ઉ.વ.૩૦) ગઇકાલે એકટીવા હંકારીને કામ સબબ માન સરોવરના ઢાળીયા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઇકો કારની ઠોકરે એકટીવા સહિત ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતો. તેેણે આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર યુવાન છુટક મજૂરી કામ કરતો હતો. તે ત્રણ ભાઇમાં નાનો અને અપરિણિત હતો. હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)