રાજકોટ
News of Wednesday, 18th May 2022

નવા દોઢસો ફુટ રોડ પર રેસ્ટોરન્ટમાં બે કેશીયર ે બીલમાં ગોટાળા કરી કાઉન્ટરમાંથી ૬૩ હજાર કાઢી લીધા

માલિક જલકભાઇ પોપટને શંકા જતા સીસીટીવી ફૂટેજ જોતા કેશીયર રાજગીરી અને મયુર પૈસા ખીસ્સામાં નાખતા દેખાયાઃ યુનિવર્સિટી પોલીસે બંનેને પકડી લીધા

રાજકોટ તા.૧૮: શહેરના નવા દોઢ સો ફુટ રોડ પર આવેલા નંદનવન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના બીલમાં ફેરફાર કરી કાઉન્ટરમાંથી રૃા.૬૩,૫૦૦ રેસ્ટોરન્ટના જ બે કેશીયરે કાઢી લીધા હોવાની ફરિયાદ નોંધાતા યુનિવર્સિટી પોલીસે બંનેને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર વર્ધમાન હાઇટ્સ ફલેટ નં.૨૦૩માં રહેતા જલકભાઇ ગોૈતમભાઇ પોપટ (ઉ.વ.૨૬)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં રેસ્ટરન્ટમાં કેશીયર તરીકે કામ કરતા રાજગીરી માનગીરી મેઘનાથી અને મયુર નાનજીભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જલકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે છેલ્લા એક વર્ષથી નવા દોઢ સો ફૂટ રીંગ રોડ પર નંદનવન રેસ્ટોરન્ટ નામની હોટલ ચલાવે છે. આ રેસ્ટોરન્ટમાં અંદાજે રપ માણસો કામ કરે છે.

રેસ્ટોરન્ટમાં જુનાગઢના ગડુ ગામનો રાજગીરી માનગીરી મેધનાથી ૧૧ માસથી કેશીયર તરીકે નોકરી કરે છે અને મયુર નાનજીભાઇ વાધેલા (રહે. કડીયા પ્લોટ પોરબંદર) છ મહિના રેસ્ટોરન્ટમાં નોકરી કરી હતી. તે એક મહનિાથી જતો રહક્ષ્યો છે. રેસ્ટોરન્ટમાં રાજગીરી મેઘનાથી કેશીયર તરીકે કામ કરતો હોઇ, અને છેલ્લા ૧૫ દિવસથી ગ્રાહકોના બીલમાં ફેરફાર કરી બીલના નાણા ચોરી છૂપીથી કાઢી લેતો હોઇ તેવી પોતાને શંકા હોઇ જેથી પોતે તેના પર નજક રાખવાનું ચાલુ કર્યુ હતું.વત તા.૧૫ ના રોજ બપોરે પોતે રેસ્ટોરન્ટમાં આવેલ ત્યારે એક ગ્રાહકનું બીલ રૃા.૧૫૨૫ નું આવ્યું હતું અને આ બીલના પૈસા કાઉન્ટર પર કેશીયર રાજગરી મેઘનાથીએ ગ્રાહક પાસેથી લીધા હતા અને સાંજે આ બીલ સુધારી રૃા.૨૦ નું કરી નાખ્યું હતું. આ બાબતે પોતાને રાત્રે કેશ કાઉન્ટર પર રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા રાજેશગીરી મેઘનાથીએ હીસાબ દરમ્યાનબીલમાં ફેરફાર કરી બીલના રૃપિયા ચોરી છૂપીથી પોતાના પેન્ટના ખીસ્સામાં નાખતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા દીવસે પોતે કેશીયર  રાજગીરીની પૂછપરછ કરતા પોતે બીલમાં ફેરફાર કર્યાની કબુલાત  આપી હતી, અને છેલ્લા છ મહિનામાં અલગ-અલગ બીલમાં ફેરફાર કરી કટકે કટકે રૃા.૬૩,૨૦૦ ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમાં બીજો કેશીયર મયુર વાઘેલા પણ સામેલ હતો. બાદ તા.૧૭ના રોજ મયુર વાઘેલાની પૂછપરછ કરતા તેણે પણ નોકરીએ આવતો ત્યારે જુદા જુદા બીલમાં ફેરફાર કરી બીલના નાણા ચોરી લેતો હોવાની કબુલાત આપતા રેસ્ટોરન્ટના માલીક જલકભાઇ પોપટે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્સ. ભગીરથસિંહ ખેર તથા એ.ડી.અવાડીયાએ બંનેને પકડી લઇ  તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)