રાજકોટ
News of Wednesday, 18th May 2022

નવલનગરના ખુની હુમલા જુથ અથડામણના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ તા. ૧૮ : અત્રે નવલનગર વિસ્તારમાં થયેલ જુથ અથડામણ અને ખુની હુમલાના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો રાજકોટ સેસન્સ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે.કે નવલનગર વિસ્તારમાં રહેતા ફરીયાદીને મોહસીન સુમરાએ ગાળો આપી બાદ બધાજ આરોપીઓએ સાથે મળી ગેરકાયદેશર મંડળી રચી એકસંપ કરી છરી જેવા પ્રાણઘાતક હથીયાર ધારણ કરી આરોપીઓએ ફરીયાદીને છાતીના ભાગે તેમજ ડાબી બાજુતથા સાહેદને બંને હાથમાં તથા પેટના ભાગે છરી વડે જીવલેણ ઇજા કરી તથા સહઆરોપીઓએ પથ્થરો ફેંકી તથા ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ જે અંગે તા.ર૩/૪/ર૦રર ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરીયાદ થયેલ અને આરોપી નંબર (૧) મોહસીન સુમરા ઇબ્રાહીમ ઉર્ફે શેહબાજ ઉર્ફે ટીકડે જુનાગઢી રજાકભાઇ શેખ (૩) સુલેમાન તેમજ મોહનસીનના અન્ય ત્રણ માણસો ઉપર આઇ.પી.સી.કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૩, ૩૩૭, પ૦૪, પ૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબ ફરીયાદ નોંધાયેલ હતી.

ત્યારબાદ આરોપી ઇબ્રાહીમ ઉર્ફે શેહબાજ ઉર્ફે ટીકડે જુનાગઢી રજાકભાઇ શેખ દ્વારા સેસન્સ અદાલતમાં એડવોકેટ મારફત જામીન અરજી કરેલ, જે જામીન અરજીના કામે આરોપી તરફે એડવોકેટ રણજીત બી.મકવાણા દ્વારા કરવામાં આવેલ દલીલો અને આરોપીના હાલની સ્થિતિ, મેડીકલ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ નામદાર સેસન્સ કોર્ટે આરોપીને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી.મકવાણા, જીજ્ઞેશ એમ.સભાડ રોકાયેલ હતા.

(4:41 pm IST)