રાજકોટ
News of Wednesday, 18th May 2022

વિદેશી દારૃની પ૪૦ બોટલ દારૃના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ૧૮ :.. અત્રે વિદેશી દારૃની પ૪૦ બોટલ દારૃમાં ફરીયાદમાં નામવાળા આરોપીના આગોતરા જામીન કોર્ટ મંજૂર કરેલ હતાં.

અત્રેના બનાવની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીએ બાતમીના આધારે હડમતીયાથી બોધાવદર ગામ જતા રસ્તે શિવકુભાઇ સોનારાની વાડીમાં રેડ કરતાં મકાનમાંથી વિદેશી દારૃનો પ૪૦ બોટલ કિંમત રૃા. ર,૩ર,૮૦૦ નો મુદામાલ મળી આવેલ. જે બાબતે ફરીયાદીએ રાજકોટના આજી ડેમ પો. સ્ટે. માં સરકાર તરફે ફરીયાદ આપેલ. જેમાં આરોપીઓ તરીકે ચાર આરોપીઓના ફરીયાદમાં નામ આપવામાં આવેલ. જેમાં એક આરોપી તરીકે ભરતભાઇ રાઘવભાઇ દુમાડીયાનું નામ આપવામાં આવેલ.

ઉપરોકત ગુના બાબતે ફરીયાદમાં નામ  હોવા છતાં આરોપી તરફે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

આગોતરા જામીન અરજી સંદર્ભેના આરોપીની હાજરી બાબતેના અન્ય ચુકાદાઓ રજૂ કરવામાં આવેલ. જે ચુકાદાઓ તથા બચાવ પક્ષની દલીલો ધ્યાનમાં રાખી સેશન્સ્ જજ પ્રશાંત જૈન દ્વારા  આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપી ભરતભાઇ રાઘવભાઇ દુમાડીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજય એમ. ડાંગર, વિજય જે. ધમ્મર, સાગર એન. મેતા, પરેશ વી. ગળધરીયા, તથા મહેશ એલ. સોનારા એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

(3:30 pm IST)