પાણીના ઘોડા પાસે જલારામ એન્ટરપ્રાઇઝમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો; મોબાઈલ આઇડીમાં જુગાર રમતો રાજ ચૌહાણ પકડાયો: ૩૫૫૦૦નો મુદ્દામાલ કબ્જે
પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમની કાર્યવાહી
રાજકોટ: શહેર પેડક રોડ પાણીના ઘોડા પાસે ખોડીયાર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોર જલારામ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાથી રાજ પંકજભાઇ ચૌહાણ રજપુત (ઉ.વ.રર ધંધો.નોકરી રહે આર્યનગર શેરી નં.૧૫ સંત કબીર રોડ રાજકોટ)ને મોબાઇલ ફોનમા માસ્ટર આઇ.ડી.માં જુગાર રમતા પકડી લઈ રોકડા રૂપીયા ૨૫,૫૦૦ તથા મોબાઈલ મળી કુલ રૂપીયા ૩૫,૫૦૦ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ, જયેશભાઇ પી નિમાવત, રાજદિપસિહ ડી. ગોહિલ, હિતેન્દ્રસિંહ પી ઝાલા, ચેતનસિંહ વી. ચુડાસમા, મહેન્દ્રસિંહ વી.જાડેજા, પો.કોન્સ.અમીનભાઇ જી. ભલુર, તથા હિરેન્દ્રસિંહ પરમાર તથા સ્નેહભાઇ ભાદરકાએ આ કામગીરી કરી છે.