કોઠારીયા રોડ સોમનાથ સોસાયટીમાં પરબ મોબાઇલની દુકાનમાં પીએસઆઇ વી.જે.જાડેજા અને ટીમનો દરોડો: ૧૦ હજારના દારૂ સાથે મયુર સોજીત્રા પકડાયો
રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પરની સોમનાથ સોસાયટીમાં પરબ મોબાઇલ નામની દુકાનમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાન્ચે મયુર ભુપતભાઇ સોજીત્રા-પટેલ (ઉ.વ. ૨૬ ધંધો- મોબાઇલની દુકાન રહે. પ્રોહી. કોઠારીયા રોડ, ગોવિંદ ગ્રીન સીટી, શેરી નં.-૧, રાજકોટ)ને અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ જેની કિ. રૂ. ૬,૦૦૦ તથા નાના ચપલા ૧૮૦ એમ.એલ.ના નંગ-૪૩ જેની કિ.રૂ.૪,૩૦૦ મળી કુલ રૂા. ૧૦,૩૦૦ના દારૂ સાથે પકડી લીધો છે.
પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા તથા જયદિપસિંહ બોરાણા સહિતના શહેર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન રાજદીપસિંહ ગોહિલ તથા કુલદિપસિંહ જાડેજાની બાતમી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી આ કાર્યવાહી થઈ હતી.