રાજકોટ
News of Thursday, 17th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ બે કર્મચારીઓ કોરોના પોઝીટીવ થયા

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવીડ ૧૯ ના દર્દીઓના વધારો થયા બાદ સતત સંક્રમણ વધતા ધીરે ધીરે સંખ્યામાં વધારો થયો છે.

કુલપતિ ડો. નિતિન પેથાણીએ યુનિવર્સિટીમાં કર્મચારીઓ માટે કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવા કેમ્પ યોજયો હતો જેમાં બપોર સુધીમાં ૪૮ કર્મચારીઓએ ટેસ્ટ કરાવતા ૪૬ કર્મચારીઓનો રીપોર્ટ નેગેટીવ અને ર કર્મચારીઓ પોઝીટીવ થયા હતા.

(4:03 pm IST)