રાજકોટ
News of Thursday, 17th September 2020

ગઇકાલ સાંજે આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથની સેવાનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યોઃ ૧પપ લોકોએ લાભ લીધો

રાજકોટ : કોરોના વાયરસની સંક્રમણ ચેઇન તોડવા માટે મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે ગઇકાલ તા.૧૬ ના રોજથી મ.ન.પા. સંચાલિત આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથના સમયમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે. શહેરના નોકરિયાત અને ધંધાકીય વર્ગ આ સેવાનો લાભ લઇ શકે તેવા આશયથી સાંજે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્ર સેવા આપશે આરોગ્ય કેન્દ્ર ખાતે સાંજે ૪ થી ૯ દરમ્યાન ૯પ થી લોકોએ લાભ મેળવ્યો અને ધનવંતરી રથ દ્વારા સાંજે ૪ થી ૮ દરમ્યાન ૬૦ વધુ લોકોએ લાભ મેળવ્યોહતો. મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ હતું.

(4:01 pm IST)