રાજકોટ
News of Thursday, 17th September 2020

કોરોનાના સમયમાં પોલીસ ટ્રેસ મુકત રહી શકે તે માટે હેડકવાર્ટર ખાતે શરૂ થયા યોગ પ્રાણાયમના કલાસીસ

દરરોજ સવારે સાતથી આઠ અધિકારીઓ, કર્મચારીઓ જોડાઇ શકશેઃ યોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પોલીસ કમિશનરનું આયોજન

રાજકોટઃ કોરોના મહામારીમાં કોરોના વોરિવર્સ તરીકે સતત ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ સમયે ટ્રેસ મુકત રહી શકે તે માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી શ્રી ખુરશીદ અહેમદે પોલીસ હેડકવાર્ટર ખાતે આજથી યોગ પ્રાણાયમના કલાસીસ ચાલુ કરાવ્યું છે. જેમાં યોગ નિષ્ણાંતો હાજર રહી અધિકારીઓ, કર્મચારીઓને માર્ગદર્શન આપશે. યોગ પ્રાણાયામ, લાફીંગ, યોગ નિંદ્રા અને ટ્રેસ મેડિટેશન શીખવડાવવામાં આવશે. દરરોજ સવારે સાતથી આઠ દરમિયાન ફ્રી ડ્યુટી હોય તેવા કોઇપણ અધિકારીઓ, કર્મચારીઓ આ વર્ગમાં જોડાઇ શકે છે.

(3:37 pm IST)