રાજકોટ
News of Wednesday, 17th August 2022

જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ધ્વજ વંદન

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ યુવા અને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ ઝોન દ્વારા ફેડરેશન સેવા સપ્તાહ અંતર્ગત ૭૫ વર્ષ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ ખાતે ધ્વજ વંદન સમારોહનું  આયોજન કરવામાં આવેલ હતું.જેમાં તમામ જૈન સોશ્યલ ગ્રુપ જેમ કે મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ તેમજ સંગીની ગ્રુપમાં મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ ગ્રુપનાં સભ્યમિત્રોએ હર્ષભેર ભાગ લીધેલ હતો. આ સમારોહમાં અંદાજે ૪૫૦ થી પણ વધારે લોકોની હાજરીમાં મનીષભાઈ દોશી - વાઈસ પ્રેસીડન્ટ-જેએસજીઆઈએફ દ્વારા તિરંગો ફરકાવીને રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવેલ હતી.  મહેમાન તરીકે હરેશભાઈ વોરા - પૂર્વ પ્રમુખ  જેએસજીઆઈએફ, નિતીનભાઈ કામદાર - જુલીયાના, નિલેશભાઈ કામદાર - આઈ.ડી.  જેએસજીઆઈએફ, સેજલભાઈ કોઠારી  વાઈસ ચેરમેન  સૌરાર્ષ્ટ્ર રીજીયન, મેહુલભાઈ દામાણી - કન્વીનર  જેએસજી રાજકોટ યુવા તેમજ સૌરાષ્ટ્ર રીજીયન અને ફેડરેશનનાં પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. ધ્વજ વંદન સમારોહની સાથે સાથે ભાઇ-બહેનો અને બાળકો માટે ચિત્ર સ્પર્ધા, સેલ્ફી કોમ્પીટીશન અને વેશભુષા સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આઝાદી થીમ સાથે સાથે રાષ્ટ્રીય ધ્વજ અને આઝાદી કા અમૃત  મહોત્સવ સ્લોગન સાથેની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે ન્યાસા શાહ, બીજા નંબરે ધ્વની દેસાઈ, ત્રિજા નંબરે હિતાર્થ દોશીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. બાળકો માટેની વેશભુષા સ્પર્ધામાં દેશભકિત થીમ ઉપર પ્રથમ નંબરે વિશા મહેતા, બીજા નંબરે કાવ્યા દોશીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જ્યારે સેલ્ફી કોમ્પીટીશનમાં કાર્યક્રમનાં સ્થળે ફોટો પાડવાની સ્પર્ધામાં પ્રથમ નંબરે દિશા મહેતા, બીજા નંબરે બકુલેશભાઈ કામદાર, ત્રીજા નંબરે હરીશભાઈ પંજાબી ને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. કાર્યક્રમ સ્થળે સભ્યમિત્રો અને અન્ય શહેરીજનો માટે કોરોના રસીના બુસ્ટર ડોઝ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જેમાં આશરે ૧૦૮ વ્યકિતએ આ બુસ્ટર ડોઝ લગાવવામાં આવેલ હતો. ધ્વજ વંદન સમારોહમાં ઉપસ્થિત રહેનાર મેમ્બરો  માટે નવકારશીનું અદકેરી વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા જેએસજી રાજકોટ યુવા નાં પ્રમુખ નીલેશભાઈ ભાલાણીના સિધા માર્ગદર્શન હેઠળ  જયેશભાઈ વસા, અશોકભાઈ વોરા, દર્શનભાઈ શાહ, હિતેશભાઈ શાહ, નિરજભાઈ દોશી, સુનીલભાઈ કોઠારી, કુશાંગભાઈ દોશી, તુષારભાઈ કોઠારીએ જહેમત ઉઠાવેલ હતી.

(4:50 pm IST)