તહેવારોમાં સીવીલ હોસ્પિટલનો સ્ટાફ સ્ટેન્ડ ટૂઃ જયંત ઠાકર
રાજકોટ તા. ૧૭: પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, રાજકોટના સક્રિય કાઉન્સેલર જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે કે આજથી સામત-આઠમના પાવન પર્વનો પ્રારંભ થઇ રહ્યો હોય શહેરના તેમજ સૌરાષ્ટ્રના દર્દીઓને કોઇપણ જાતની અગવડતા ન પડે તે માટે પીડીયુ સીવીલ હોસ્પિટલના તબીબો તેમજ મેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ જન્માષ્ટમીની રજા દરમ્યાન ર૪ કલાક સ્ટેન્ડ ટૂ રહેશે.
જન્માષ્ટમીના તહેવારોમાં શહેરની ખાનગી હોસ્પિટલો રજા ને કારણે બંધ હોય અથવા તબીબો બહારગામ ગયા હોય ત્યારે દર્દીઓને સારવારના અભાવે કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે શહેરની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સાતમ-આઠમ પર્વમાં ચાર-પાંચ દિવસો તબીબોની તેમજ મેડીકલ સ્ટાફની ટીમો ખડેપગે રહીને પોતાની ફરજ બજાવશે. એમ અંતમાં જયંતભાઇ ઠાકરે જણાવ્યું હતું.