ન્યુ હોપ ચેરી. ટ્રસ્ટ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની સેવામય ઉજવણી
રાજકોટ : ન્યુ હોપ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અખિલ હિંદ વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્લમ વિસ્તારમાં સેવા કાર્યો સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. યુનિવર્સિટી ગેઇટ પાસેના સ્લમ વિસ્તારના બાળકો તેમજ તેમના માતા પિતાને સાથે રાખી સવારે ધ્વજવંદન અને બાદમાં બાળકોને ચેવડો, વેફર, જાંબુનો નાસ્તો કરાવાયો હતો. માસ્કનું પણ વિતરણ કરેલ. બાળકોને પ્રોત્સાહીત કરવા પેન્સીલ, ઇરેઝર, સંચો, સ્કેલ, પાઉચ કંપાસનું પણ વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ન્યુ હોપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પીનાબેન સુરેજા, ઉપપ્રમુખ જાગૃતીબેન પરમાર, મંત્રી સંગીતાબેન મકવાણા, ઉપમંત્રી નિરાલીબેન સુરેજા, ખજાનચી શ્વેતાબેન વ્યાસ, ટ્રસ્ટી દીપીકાબેન હીરાણી, નીરાલીબેન ઠકરાર, દિશાબેન બાલધા, ભાવનાબેન ગજેરા, માનસીબેન પરમાર, અખિલ હિંદ વિદ્યાર્થી પરિષદના મયુરીબા ઝાલા, જયભાઇ મહેતા, મૃણાલીબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.