રાજકોટ
News of Tuesday, 17th May 2022

''તરવાની'' સ્પર્ધાના ઉદ્ઘાટન માટે પાટીલને નિમંત્રણ આપતા ઉમેશ રાજયગુરૂ

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સક્રિટ હાઉસ ખાતે બંદર વિભાગના ભૂતપૂર્વ પ્રધાન ઉમેશ રાજયગુરૂ અને ભાજપના અગ્રણી જીતુ મહેતાએ શુભેચ્છા મુલાકાત કરેલ. ઉમેશ રાજયગુરૂએ વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટેની બેઠકમાં પણ ભાગ લીધો હતો. રાજકોટમાં ર૪ જુને જુનીયર અને સબ-જુનીયર સ્વીમીંગ સ્પર્ધા યોજાનાર છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા સ્વીમીંગ એસો.ના પ્રમુખ તરીકે રાજયગુરૂએ પાટીલને આમંત્રણ આપ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:08 pm IST)