રાજકોટ
News of Tuesday, 17th May 2022

લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતો વધુ એક નકલી ડોકટર પકડાયો : SOGનો દરોડો

૧૨ સાયન્‍સ પાસ મયુર શર્મા ડિગ્રી વગર કલીનીક ચલાવતો'તો :પી.આઇ. જે.ડી.ઝાલા તથા પી.એસ.આઇ. ડી.બી.ખેરની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૭ : શહેરના આજીડેમ ચોકડીથી આગળ જૂના મહીકા રોડ પર એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતો વધુ એક નકલી ડોકટરને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જૂના મહિકા રોડ પર તબીબ ન હોવા છતાં મયુર વસંતભાઇ શર્મા (રહે. જૂના મહિકા રોડ ગોકુલ પાર્ક મેઇન રોડ પર) છેલ્લા કેટલાક સમયથી શ્રી મારૂતી કલીનીક નામે બોગસ કલીનીક ચલાવતો હોવાની એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વીરમભાઇ ધગલને માહિતી મળતા પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.બી.ખેર સહિતના સ્‍ટાફે દરોડો પાડી મયુર વસંતભાઇ શર્મા (ઉ.વ.૪૭) ને પકડી લઇ પૂછપરછ કરતા તેણે ધોરણ-૧૨ સાયન્‍સ સુધીનો અભ્‍યાસ કર્યો હોઇ, છેલ્લા દોઢ વર્ષથી કલીનીક ચલાવતો હોવાની કબુલાત આપી હતી તેમજ તે સામાન્‍ય રોગોની સારવાર કરી દર્દીઓને એલોપથી દવાઓ આપી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવ્‍યું છે અને તે આ કલીનીક લાયસન્‍સ તેમજ કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગમાં નોંધણી કરાવ્‍યા વગર ચલાવતો હોવાનું બહાર આવ્‍યું છે

 

(3:21 pm IST)