રાજકોટ
News of Tuesday, 17th May 2022

રૃા. પાંચ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા આદેશ

રાજકોટ તા. ૧૭: અત્રે અંકુર નગર મેઇન રોડ ઉપર પ્રમુખ હોમ્સની બાજુમાં અંકુર વિદ્યાલય પાસે ગુરૃપ્રસાદ ચોક પાસે, રાજકોટ મુકામે રહેતા પ્રકાશભાઇ લલીતચંદ્ર પંડયાએ નિલેશભાઇ ચંદુભાઇ ગોહેલ રહેઃ ઇશ્વર પાર્ક, શેરી નં. ર, સાંઇબાબા સર્કલ પાસે, કોઠારીયા રોડ રાજકોટ મુકામે રહેતા ઇસમ સામે રૃા. પ,૦૦,૦૦૦/- નો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ નોંધાવતા જે ફરીયાદ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટે રજીસ્ટરે લઇ આરોપી સામે પ્રોસેસ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદની હકીકત એવી છે કે ફરીયાદી પ્રકાશભાઇ આરોપી નિલેશભાઇ કે જેઓ બન્ને વરસોથી એકબીજાના પરીચયમાં હોય પરીશ્રમ સોમનાથ સોસાયટી-૩, શેરી નં. ૧ર, કીડવાઇનગર પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટવાળી મીલકત પ્રકાશભાઇએ નિલેશભાઇને રૃા. ર૦,૦૦,૦૦૦/- માં વેંચાણે આપેલ જેના બદલામાં ઇશ્વર પાર્ક શેરી નં. ર સાંઇ બાબા સર્કલની બાજુમાં રોલેક્ષ રોડ કોઠારીયા ગામ સામે રાજકોટની મીલકત રૃા. ૩૩,૦૦,૦૦૦/- વાળી મીલકત તેના બદલામાં લેવાનું નકકી થયેલ અને જે સોદો એસ્ટેટ બ્રોકર ધીરૃભાઇ સુચક હસ્તક કરવામાં આવેલો અને અદલા બદલી પેટેના કરારનું નિલેશભાઇએ પાલન નહીં કરતા પરીશ્રમ મકાનની બાકી રહેતી રકમ રૃા. ર,૦૦,૦૦૦/- તેમજ ત્હોમતદાર વતી વિક્રમભાઇએ વધારાની રકમ રૃા. ૬,૦૦,૦૦૦/- મળી કુલ રૃા. ૮,૦૦,૦૦૦/- ફરીયાદી પ્રકાશભાઇ ત્હોમતદાર નિલેશભાઇ પાસેથી માંગતા હોય જેથી જે રકમ નહીં આપતા રાજકોટ પોલીસ કમિશ્નરમાં જે અંગે અરજી આપેલ અને જેના સમર્થન પેટે રૃા. પ,૦૦,૦૦૦/- નો ફેડરલ બેન્ક રાજકોટ બ્રાંન્ચનો તા. ૩૧-૩-ર૦રર નો આરોપી નિલેશભાઇએ ફરીયાદી પ્રકાશભાઇને આપેલ.

આ ચેક પ્રકાશભાઇએ પોતાની બેન્ક આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક રાજકોટ ખાતે વટાવવા નાખતા જે ચેક તા. ૦ર-૦૪-ર૦રર ના રોજ અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી પ્રકાશભાઇએ આરોપી નિલેશભાઇને ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ કાનુની નોટીસ આપી નોટીસ મળ્યેથી દિન-૧પ માં રૃા. પ,૦૦,૦૦૦/- ચુકવી આપવા જણાવેલ. આરોપીને નોટીસ તા. ૧૧-૦૪-ર૦રર ના રોજ મળી ગયેલ હોવા છતાં આરોપી નિલેશભાઇએ પ્રકાશભાઇને કોઇ જ લેણી રકમ નહીં ચુકવતા પ્રકાશભાઇ લલીતચંદ્ર પંડયાએ આરોપી નિલેશભાઇ ચંદુભાઇ ગોહેલ વિરૃધ્ધ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં તા. ર૮-૦૪-ર૦રર ના રોજ ધી નેગો. ઇન્સ્ટ્રુ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ નોંધાવેલ જે ફરીાયદ નામદાર કોર્ટે રજીસ્ટરે લઇ આરોપી વિરૃધ્ધ પ્રોસેસ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી અમિત એસ. ભગત, મનીષ બી. ચૌહાણ, ધર્મેન્દ્ર બરવાડીયા અને હિરેન્દ્રસિંહ આર. ચૌહાણ રોકાયકેલ છે.

(3:13 pm IST)