રાજકોટ
News of Tuesday, 17th May 2022

રાજકોટ રેલ્વે ડિવિઝન પર હવે ટેન્ડરને બદલે ઓનલાઇન બિડિંગ દ્વારા ઇ-ઓકશન કરવામાં આવશે

રાજકોટ, ૧૭ : રાજકોટ રેલવે ડિવિઝન પર હવે ટેન્ડરને બદલે ઓનલાઈન બિડિંગ દ્વારા ઈ-ઓકશન કરવામાં આવશે

રેલવે માં ટેન્ડર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે, ટેન્ડરને બદલે ઓનલાઈન બિડિંગ સાથે ઈ-ઓકશનનો પાયલોટ પ્રોજેકટ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં ટૂંક સમયમાં ૧ જૂન, ૨૦૨૨થી શરૃ થશે. રાજકોટ ડિવિઝનની ટેન્ડર પ્રક્રિયા હવે સરકારના ઈ-ઓકશન પ્લેટફોર્મ પર ઈ-ઓકશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ, રાજકોટ ડિવિઝનમાં કોમર્શિયલ આવક અને નોન-ફેર રેવન્યુ સંબંધિત કોન્ટ્રાકટ ઇ-ઓકશન દ્વારા પૂરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિસ્ટમ હેઠળ, રસ ધરાવતા વધુને વધુ વ્યકિતઓ અને પેઢીઓ ભાગ લઈ શકે તે માટે ટેન્ડરને બદલે ઈ-ઓકશનની જોગવાઈ કરવામાં આવી છે. રસ ધરાવતી વ્યકિતઓ, પેઢીઓ અને સંસ્થાઓ ત્ય્ચ્ભ્લ્ વેબસાઈટ પર ઈ-ઓકશનની માહિતી મેળવી શકે છે.

ઇ-ઓકશનમાં ભાગ લેનાર બિડરની આવશ્યક લાયકાત તેનું નાણાકીય ટર્નઓવર હશે. તેમજ સ્વઘોષિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ માટે ત્ય્ચ્ભ્લ્ની વેબસાઈટ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા માં ભાગ લેવા માટે કોઈ ભૌગોલિક પ્રતિબંધ રહેશે નહીં. લ્ગ્ત્ બેંકમાં કરંટ ખાતું હોવું જરૃરી છે અને તેને ત્ય્ચ્ભ્લ્ સાથે લિંક કરવું પડસે. જો સ્વ-ઘોષિત દસ્તાવેજો ખોટા હોવાનું જણાય તો, સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. તમામ પેમેન્ટ ઓનલાઈન થશે.

ઇ-ઓકશનના લાભો

સરળ અને પારદર્શક પ્રક્રિયા, સમગ્ર દેશમાંથી બિડર્સની ભાગીદારી,  ટેન્ડર પ્રક્રિયામાં લેવાયેલા સમયની બચત, ડિજિટાઈઝેશનનો પ્રચાર, મધ્યમ અને નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન

શરૃઆતમાં એડવરટાઈસ્મેંટ, ર્પાકિંગ અને લીઝિંગ કોન્ટ્રાકટમાં ટેન્ડરની જગ્યાએ રાજકોટ ડિવિઝન પર ઈ-ઓકશનનો પાયલોટ પ્રોજેકટ શરૃ કરવામાં આવશે અને આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરળ પાત્રતા માપદંડો અપનાવવામાં આવ્યા છે અને વ્યકિતઓ, પેઢીઓ અને સંસ્થાઓ હરાજીની તારીખે એકસાથે ભાગ લઈ શકે છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈનના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાથી  કોમર્શિયલ કામોના ટેન્ડર ઓછા સમયમાં ફાઈનલ થશે જેનાથી મુસાફરોની સુવિધામાં સુધારો થશે.

(3:08 pm IST)