રાજકોટ
News of Tuesday, 17th May 2022

શ્રુતપ્રજ્ઞજીનું શૈક્ષણિક ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન

પીસ. ઓફ માઇન્ડ ફાઉન્ડેશન રાજકોટના વિવિધ સેવાકીય આયોજનો : પુરૃષાર્થ સ્કુલ ભાણવડને આ સંસ્થા દ્વારા રપ લાખથી વધુનું અનુદાન : લંડન, કેેનેડા, અમેરિકા અને ડેન્માર્કની ચાર દેશોની ધર્મ યાત્રાનો ૧૪ જુનથી પ્રારંભ

રાજકોટ : સમણ શ્રુતપ્રજ્ઞજી સાથે શૈક્ષણિક બાબતે વિશેષ સંવાદ કરવામાં આવ્યો. એમને નિખાલસતા પૂર્વક જણાવ્યું કે ૅમેં શિક્ષણ લીધું સમાજના સહયોગથી. મારું ઘડતર અને ગુજરાન પણ સમાજના સહયોગથી ચાલે છે. મારી આધ્યાત્મિક સાધના પણ સમાજના સહયોગ વગર શક્ય નહોતી. આ સમાજનું ઋણ ચૂકવવા માટે ર્ંપીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન, રાજકોટે વિવિધ પ્રોજેકટ ચલાવવાનું શરૃ કર્યું. જેમાં ખૂબ જ મહત્વનું ક્ષેત્ર શિક્ષણનું છે.ૅ સમણ શ્રુતપ્રજ્ઞજી એવું માને છે કે શિક્ષણ આત્મીય, પ્રયોગલક્ષી અને સાત્વિકતા અને તેજસ્વિતા સભર જીવનનું ઘડતર કરે એવું હોવું જોઈએ. આ બાબતે એમને ખૂબ ઊંડું ચિંતન - મનન કર્યું અને તેના પરિણામે પોતાની સ્વાયત શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો નિર્ણય પણ કરી ચૂક્યા હતા અને એના માટે જગ્યાની શોધમાં કચ્છ અને અન્ય પ્રાંતમાં પ્રવાસો પણ કર્યા હતા.

ખૂબ જ શૈક્ષણિક પ્રયાસો વચ્ચે એક સંસ્થા એવી મળી જ્યાં સમણ શ્રુતપ્રજ્ઞજીને ખૂબ જ ટાઢક મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નાનું ગામ ભાણવડમાં પોતાના વિચારોને અનુરૃપ શૈક્ષણિક સંસ્થા ધમધમતી હતી. સમણજીએ લગાતાર બે વર્ષ આ સંસ્થા અને તેના સ્થાપક સંચાલક ભીમશીભાઈ દ્વારા ચાલતા કેળવણીનાં પ્રયોગો જાણ્યા અને સમજ્યા. એમની વૃત્તિ પ્રવૃત્તિને ટકોરા માર્યા અને પછી નિર્ણય કર્યો કે તપોવન સંસ્થા અને પુરુષાર્થ સ્કૂલને હું માનસ સંસ્થા જેવી ગણીને, બને એટલો તેમને સહયોગ આપીશ. સમણ શ્રુતપ્રજ્ઞજીએ પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવવાનું રદ કરીને પુરુષાર્થ અને તપોવનને તન, મન અને ધનથી સહયોગ આપવાનું શરૃ કર્યું. કોરોના કાળ સુધી આ સંસ્થા આર્થિક રીતે બરાબર ચાલતી હતી. કોરોના કાળમાં શિક્ષણ વ્યવસ્થાને માર પડી પરિણામે આર્થિક વ્યવસ્થા ડગમગવા લાગી, લોન લઈને આ સંસ્થાને ટકાવી રાખવાની મજબૂરી ઊભી થઈ. આવી વિકટ સ્થિતિમાં આ સંસ્થાનું જીવંત રહેવું જરૃરી સમજી ૅપીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટે શિક્ષકોના પગાર પણ કર્યા, બાળકો અને દીકરીઓને શિષ્યવૃત્તિ પણ આપી, દીકરીઓ માટે સેનેટરી સિસ્ટમ પણ વ્યવસ્થિત નિર્મિત કરવામાં આવી, તપોવનમાં બાળકો અભ્યાસ અને સ્વાધ્યાય કરી શકે એ માટે હોલના નિર્માણ માટે કેટલાક દાતાઓના સહયોગથી મદદ કરવામાં આવી. સમણ શ્રુતપ્રજ્ઞજીની યુવાન પ્રોજેકટ આસ્થા ટીમ જે અમેરિકામાં છે, સલોની અને ઋષિલનાં સકારાત્મક પ્રયાસોથી પુરુષાર્થને સારો એવો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો. આમ સમણ શ્રુતપ્રજ્ઞજીની પ્રેરક બાબત એ છે કે કુલ મળી અત્યાર સુધીમાં પચ્ચીસ લાખથી વધુ આર્થિક સહયોગ પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટ આ ભાણવડની સંસ્થા માટે કરી ચૂકી છે.

આ ઉપરાંત સમણ શ્રુતપ્રજ્ઞજીએ બરડાના ડુંગર પર સ્થાપિત તપોવન ભૂમિને ફિલહાલ પોતાની સાધના ભૂમિ બનાવી છે. તેઓ ભારતમાં હોય ત્યારે વધુ સમય તપોવનમાં રહી જ્ઞાન, ધ્યાન અને શૈક્ષણિક સેવામાં પોતાનો સમય નિયોજીત કરે છે. આ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહાર વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા પણ મૂલ્યો અને શિક્ષણમાં વિશેષ રુચિ ધરાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું ૨૦૧૦ થી ચાલુ છે. ત્યારથી લઈ અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી સુધી લઈ જવા માટે બે કરોડ રૃપિયાથી પણ વધુની સ્કોલરશીપ આપી ચૂકેલ છે. આ પ્રવૃત્તિમાં જેમનો નિરંતર સહયોગ મળતો રહ્યો છે એવા કીર્તિદાબેન ભરતભાઈ મેકાની, સંજય અને ઋતુ મોહનોત અને મલેશિયા ગુજરાતી સમાજનો ખૂબ સહયોગ મળ્યો છે. એ ઉપરાંત વર્તમાનમાં મિનલ જયંત શાહ, કલ્પના અશ્વિન પારેખ, પારુલ મુકેશ કામદાર, દીપિકા સતીષ વર્મા, નીતા જલદીપ દૌલત, રૃપા કૌશિક દેસાઈ, કુસુમ મહેંદ્ર શાહ, તરૃણા દામાની, વિલાસ અશ્વિન શાહ, પારુલ રાજુભાઈ શેઠ, ભારતી વિનુભાઈ મહેતા વગેરેનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આમ શૈક્ષણિક ક્ષેત્રે સમણ શ્રુતપ્રજ્ઞજીનું વિશેષ પ્રદાન રહ્યું છે. અત્યાર સુધીમાં સેકંડો છાત્ર શિબિરોમાં લાખો વિદ્યાર્થીઓ એમના જ્ઞાનનો લાભ લઈ ચૂક્યા છે. આ સંસ્થાઓ પૈકી રાજકોટની સરોજીની નાયડુ, મોદી સ્કૂલ, મહિલા સ્ત્રી વિકાસ, આટકોટની  ડી.બી પટેલ, ખામટાની મહિલા કોલેજ, ધ્રોલની શ્રી એમ. ડી. મહેતા, કચ્છની માતૃછાયા, રાજસ્થાનની આલોક સ્કૂલ, વિસનગર, મહેસાણા,ભરૃચ, અંકલેશ્વર, સુરતની અનેક સંસ્થાઓ મુખ્ય છે. આ ઉપરાંત વી. ડી. બાલાના સહયોગથી સૌરાષ્ટ્રના પચાસથી વધુ ગામોમાં સ્થિત સ્કૂલોમાં મૂલ્ય શિક્ષણની અલખ જગાવી છે. રાજકોટની જેલમાં શિબિરો યોજી છે, પોલીસ વર્ગ માટે તનાવ મુકિત શિબિરો યોજેલ છે, ગૃહિણીઓ માટે ઘર એ જ સ્વર્ગની શિબિરો યોજી છે, પ્રેસ રિપોર્ટરો માટે વિશેષ યોગ શિબિરો કરેલ છે.  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન કાર્યાલયનું સરનામું છેૅં આભાવલય, વિનાયક વાટિકા, જામનગર રોડ, રાજકોટૅં ૩૬૦૦૦૬ (ફો. નં. ૯૧ - ૯૪૨૭૩ ૬૬૧૬૪) અને ઇમેઇલ છે pomyc.org@gmail.com ક્ષણિક ક્ષેત્રે અને એ ઉપરાંત સમાજના અન્ય ક્ષેત્રોમાં હજુ ઘણા નવા સેવાકીય આયોજનો પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવશે, જે ક્રમ અનુસાર અમલમાં આવશે. એ આયોજનોમાં શિષ્યવૃત્તિ ઉપરાંત, કન્યા છાત્રાલયનું નિર્માણ, આવશ્યક સ્કૂલમાં બાળકો માટે બસની સુવિધા, સ્કૂલમાં આધુનિક ડિજિટલ લાયબ્રેરીનું નિર્માણ, બાળકો માટે સ્પોટ્સનાં સાધનો ઉપલબ્ધ કરાવવા, જરૃરત વાળી સ્કૂલમાં સાઉન્ડ સિસ્ટમ અને વોટર સિસ્ટમ ઊભી કરવી, આંખથી કમજોર બાળકોને ચશ્મા પ્રદાન કરવા, બાળકો માટે અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટર ટ્રેનિંગનું આયોજન, શિક્ષકો માટે વિશેષ પ્રશિક્ષણ શિબિરોનુ આયોજન, વિધવા બહેનો માટે ઘર નિભાવ ખર્ચ પૂરો પાડવો, બીમારીઓથી ત્રસ્ત જરૃરી પરિવારોને તબીબી સુવિધાઓ પૂરી પાડવી સામિલ છે. માણસ તન મન અને આત્મિક રીતે સ્વસ્થ અને પ્રસન્ન રહે એ માટે સમણ શ્રુતપ્રજ્ઞજી વર્ષોથી યોગ ધ્યાનના શિબિરો યોજે છે, પ્રવચનો - સત્સંગો કરે છે. પુસ્તકો લખે છે. અત્યાર સુધીમાં ૅઘર એ જ સ્વર્ગ અને કલ્પતરૃથી લઈ સુરક્ષા કવચ, શ્રુતવાણી અને ત્રિવેણી સંગમ સુધીના ૭૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.ૅ જેની લગભગ કુલ પાંચ લાખથી વધુ નકલો કુટુંબ અને સમાજના લોકો સુધી પહોંચી ચૂકી છે.

દેશની માફક વિદેશોમાં રહેતા આપણા ભારતીય લોકો માટે અને જે તે દેશની મૂળ પ્રજા માટે સમણ શ્રુતપ્રજ્ઞજી વિદેશોની ધર્મયાત્રા પણ કરે છે. હમણાં આવતી જૂનની ૧૪ તારીખે તેઓ લંડન, ડેનમાર્ક, અમેરિકા અને કેનેડાના ચાર મહિનાના પ્રવાસે જવાના છે. તેઓ જૂન ૧૫ થી ૨૧ સુધી લંડનમાં રહેતા પ્રો. ગ્રેહામ ડવાયર (ગંગારામ) દ્વારા આયોજિત ધ્યાન સેમિનારમાં બ્રિટિશ લોકોને ધ્યાનની શિક્ષા દીક્ષા આપશે. ડેનમાર્કમાં તારીખ ૨૨ થી ૨૮ જૂન સુધી ગુજરાતી અને હિન્દી ભાષી વર્ગમાં આશિષ સંઘવીના આયોજન હેઠળ આધ્યાત્મિક પ્રવચનો આપશે, યોગનું મહત્વ સમજાવશે. જુલાઈ ૨૩ થી ૩૦ સુધી તેઓ લલિત પાનસર અને રજત જૈનના આમંત્રણ હેઠળ કેનેડાનાં ટોરોન્ટો અને વેન્કુવરમાં ધ્યાન અને અધ્યાત્મની અલખ જગાવશે.  યંગ જૈન કનવેંશન ટેકસાસ રાજ્યના ડલાસ શહેરમાં તેઓ લગભગ બે હજારથી વધુ યુવાનોને સંબોધશે. જૈન ઉત્સવ પર્યુષણ પર્વની આરાધના તેઓ શિકાગો જૈન સંઘમાં કરાવશે. આ ઉપરાંત અમેરિકાના કુલ ૨૫ શહેરોમાં જેવાં કે મેમ્ફિસ, વોશિંગ્ટન, ન્યુ જર્સી, હ્યુસ્ટન, ઓસ્ટિન, રાલે, એટલાન્ટા, સિનસિનાટી, કેલિફોર્નિયા, પનામા સિટી, ડેનવર વગેરે જગ્યાએ તેઓ પ્રવચનો આપશે, ધ્યાનના પ્રયોગોની સાથે વર્તમાન જીવનની જટિલ સમસ્યાઓ માટે આધ્યાત્મિક ટ્રેનિંગ દ્વારા સમાધાન કરશે.

(3:05 pm IST)