રૂા. ૧૦ લાખના ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૧૦ લાખના વળતરનો હુકમ
રાજકોટ તા. ૧૭ : શહેરના ચાંદીકામનો ધંધો કરનાર આરોપી લાલજી કુરજી ચીરોડીયાએ તે જ ધંધા સાથે સંકળાયેલ ફરીયાદી દિનેશ મેરામ ગાબુ પાસેથી લીધેલ રકમ રૂા.૧૦,૦૦,૦૦૦ પરત ચુક્વવા આરોપીએ ઈસ્યુ કરી આપેલ ચેક રીટન થતા કેસ ચાલી જતા કેસ સાબિત માની રાજકોટના મહે. એડી ચીફ જયુડી. મેજી. એમ. આર. લાલવાણીએ આરોપીને એક વર્ષની સજા તથા રૂા.૧૦,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચકવવા અને તેમા ક્સુર કર્યે વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસની હકીક્ત જોઈએ તો, આજી ડેમ ચોકડી પાસે, સુંદરમ પાર્ક - ૧મા રહેતા ફરીયાદી દિનેશ મેરામભાઈ ગાબુ ચાંદીના ધંધા સાથે સંકળાયેલ હોય દરમીયાન રાજકોટમા દુધસાગર રોડ, ન્યુ શક્તિ સોસાયટી, શેરી ન.-૪, રાજ પાન સામે રહેતા આરોપી લાલજી કુરજી ચીરોડીયા પણ ચાંદીના ધંધા સાથે સંકળાયેલ હોય ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૧૦,૨૫,૦૦૦ મીત્રતાના સબંધના દાવે ધંધા માટે લઈ તે સબંધે પ્રોમીસરી નોટ પણ કરી આપી બાદ માત્ર રકમ રૂા.૨૫,૦૦૦ પરત કરી રકમ રૂ. ૧૦,૦૦,૦૦૦ પરત કરવા ચેક ઈસ્યુ કરી આપી ચેક પાસ થઈ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેક રીટન થતા આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.
રેર્ક્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીક્તોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીક્ત રેર્ક્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, ફરીયાદવાળો વ્યવહાર હવાલોનો હોવાનું કે પ્રોમીસરી નોટ બળજબરીથી લખાવી લીધેલનું આરોપી પુરવાર કરી શકેલ નથી તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, આરોપીએ લીધેલ બચાવ શંકાસ્પદ જણાય છે, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડનો કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેક્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તક્સીરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમા ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા ક્સુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.
ઉપરોક્ત કામમાં ફરીયાદી દિનેશભાઈ ગાબુ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.